ટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મોમાંથી બ્રેક લેશે રણવીર સિંહ, પત્ની દીપિકા સાથે વિતાવશે સમય

  • રણવીર સિંહે તેની ગર્ભવતી પત્ની દીપિકા અને આવનાર બાળક માટે કામ પરથી લાંબી રજા લેવાનો નિર્ણય કર્યો છે. એવા અહેવાલો છે કે રણવીર સિંહ કામમાંથી બ્રેક લઈને પેટરનિટી લીવ લેવાનું વિચારી રહ્યો છે.

20 માર્ચ, બુધવારઃ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણની જોડી રીલ લાઈફની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંનેને બોલિવૂડનું પાવર કપલ માનવામાં આવે છે. ટૂંક સમયમાં બંને માતા-પિતા બનવાના છે. તાજેતરમાં, દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર તેમની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.

હવે રણવીર સિંહે તેની ગર્ભવતી પત્ની દીપિકા અને આવનાર બાળક માટે કામ પરથી લાંબી રજા લેવાનો નિર્ણય કર્યો છે. એવા અહેવાલો છે કે રણવીર સિંહ કામમાંથી બ્રેક લઈને પેટરનિટી લીવ લેવાનું વિચારી રહ્યો છે.

વર્ક કમિટમેન્ટ્સ કરી રહ્યા છે પૂરા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ ધીમે-ધીમે તેના વર્ક કમિટમેન્ટ્સ સેટલ કરી રહી છે જેથી તે મેટરનિટી બ્રેક પર જઈ શકે. રણવીર સિંહે પણ પેટરમિટી બ્રેક લેવાનું નક્કી કરી લીધું છે. તે આગામી ફિલ્મોના કમિટમેન્ટ્સ બાદ લાંબી રજાઓ પણ લઈ શકે છે. અભિનેતાએ પહેલાથી જ ‘બૈજુ બાવરા’ માટે તારીખો આપી દીધી છે, જેના એક વર્ષ સુધી તે અન્ય કોઈ પ્રોજેક્ટ પર કામ કરશે નહીં. તેણે નક્કી કર્યું છે કે તે ‘ડોન 3’ અને ‘શક્તિમાન’ પહેલા કોઈ એસાઈનમેન્ટ પર કામ નહીં કરે. આ દરમિયાન તે પત્ની અને બાળક સાથે પૂરો સમય વિતાવશે.

ફિલ્મોમાંથી બ્રેક લેશે રણવીર સિંહ, પત્ની દીપિકા સાથે વિતાવશે સમય, સપ્ટેમ્બરમાં બનશે પેરેન્ટ્સ hum dekhenge news

 

પેરેન્ટ્સ બનવાની જાણકારી આપી હતી

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પેરેન્ટ્સ બનવાની જાણકારી આપી હતી. તેમણે 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કમ્બાઈન્ડ પોસ્ટ શેર કરતા કહ્યું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દીપિકાની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થશે. લગ્નના 6 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. દીપિકા અને રણવીર સિંહે 14 નવેમ્બર 2018ના રોજ ઈટાલીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બંનેની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ લીલા’ દરમિયાન શરૂ થઈ હતી.

આ પણ વાંચોઃ હોળી 2024: આ સ્થળો પર ઉજવો હોળીનો તહેવાર, તેની ક્ષણો બની જશે યાદગાર

Back to top button