ટ્રેન્ડિંગમનોરંજન

જિંદગીનો નવો અધ્યાય શરુ કરવા આતુર છે રણવીર સિંહ, પિતા બનતા પહેલા શેર કરી નોટ

Text To Speech
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનમાં રણવીર સિંહ અને દીપિકાની જોડી ફરી એકવાર ધમાલ મચાવશે

બોલિવૂડનું ફેમસ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં હેડલાઈન્સમાં છે. આ વર્ષે દંપતીના ઘરે નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ દરમિયાન, રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના જન્મદિવસે અભિનંદન આપનારા લોકો માટે આભારની નોંધ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે તે કેટલો ભાગ્યશાળી અનુભવ કરી રહ્યો છે.

રણવીરે પિતા બનતા પહેલા શેર કરી સ્પેશિયલ નોટ

વાસ્તવમાં 6 જુલાઈએ રણવીર સિંહે તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ બર્થડે સેલિબ્રેશનની કોઈ તસવીરો સામે આવી નથી. હવે બર્થડેના બે દિવસ પછી રણવીરે ચાહકો સાથે ખૂબ જ સ્પેશિયલ નોટ શેર કરી છે. જેમાં અભિનેતાએ લખ્યું છે કે, મારા જન્મદિવસ પર મને શુભેચ્છા પાઠવવા બદલ આપ સૌનો આભાર.

જિંદગીનો નવો અધ્યાય શરુ કરવા આતુર છે રણવીર સિંહ, પિતા બનતા પહેલા શેર કરી નોટ
 hum dekhenge news

તમારા બધાનો  હૃદયપૂર્વક આભાર

આ સાથે તેણે આગળ લખ્યું છે કે હું તમને બધાને વ્યક્તિગત રીતે જવાબ આપીશ. આ વર્ષે જીવનની નવી સફર શરૂ થઈ રહી છે. હું મારા જીવનના બીજા પડાવ તરફ આગળ વધી રહ્યો છું અને તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચાહકો જાણે જ છે કે અભિનેતાને તેની પત્ની અને સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણને કેટલો પ્રેમ કરે છે. જોકે હવે તે આવનારા બાળકને ગળે લગાવવા ખૂબ જ ઉત્સાહિત છે એ વાતનો અંદાજો તેની પોસ્ટ પરથી આવી ગયો છે.

સિંઘમ અગેઈનમાં ફરી દેખાશે આ કપલની જોડી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે. આ સિવાય જો બંનેના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં રણવીર સિંહ અને દીપિકાની જોડી ફરી એકવાર ધમાલ મચાવશે. આ ફિલ્મ દિવાળીના ખાસ અવસર પર રીલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોઃ ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષી સામે વોરંટ જારી, જુઓ શું છે સમગ્ર મામલો ?

Back to top button