મનોરંજન

રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસને નિવેદન આપ્યું, ‘સોચા નહીં થા…’

Text To Speech

જે ફોટોના કારણે સોશિયલ મીડિયાથી લઈ મહિલા મોર્ચે ભારે વિવાદ થયો હતો તેવા ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. મુંબઈ પોલીસ સામે રણવીર સિંહે પોતાનું નિવેદન સવારે 7 કલાકથી 9:30 સુધીમાં નોંધાવ્યું છે.

પોતાના સ્ટેટમેન્ટ દરમિયાન રણવીર સિંહે પોતાને નિર્દોષ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, મારું ધ્યેય કોઈને ઠેસ પહોંચાડવાનો નથી. રણવીર સિંહે કહ્યું કે, આ વાતનો અંદાજો ન હતો કે, આ ફોટોશૂટ તેના માટે મુસીબત ઉભી કરશે. તેમજ આ મામલે તે નિર્દેષ હોવાનું પણ જણાવ્યું હતું.

રણવીર સિંહે બે કલાક સુધી પૂછપરછ કરી

રણવીર સિંહ તેની કાનૂની ટીમ સાથે પોતાનું નિવેદન નોંધવા માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે લગભગ બે કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધ્યું. પોલીસે રણવીરને 30 ઓગસ્ટ એટલે કે આવતીકાલે હાજર થવા કહ્યું હતું, પરંતુ રણવીર સિંહ એક દિવસ પહેલા જ પોલીસ પાસે પહોંચ્યો અને તેનું નિવેદન નોંધ્યું. બે કલાકની પૂછપરછ દરમિયાન, રણવીર સિંહ અને તેની કાનૂની ટીમે પોલીસને ખાતરી આપી હતી કે, તેઓ આગળની તપાસમાં તેમને સહકાર આપશે.

રણવીર સિંહે આ ન્યૂડ ફોટોશૂટ એક ઇન્ટરનેશનલ મેગેઝિન ‘પેપર’ માટે કરાવ્યું હતું. જે પછી તેના વિરુદ્ધ આઈપીસીની કલમ 509, 292, 294 અને આઈટી એક્ટના સેક્શન 67A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Nude Photo Shoot: રણવીર સિંહ વિરુદ્ધ FIR, જઈ શકે છે જેલ

Back to top button