ટોપ ન્યૂઝમનોરંજન

સલમાન ખાનની ઈદ પાર્ટીમાં ‘મસ્તમૌલા’ બનીને પહોંચ્યો રણવીર સિંહ; લોકોએ કહ્યું, ‘માલદીવ જાય છે…?’

Text To Speech

બોલિવૂડ ડેસ્કઃ એક્ટર રણવીર સિંહ તેની ડ્રેસિંગ સેન્સના કારણે ઘણીવાર ટ્રોલિંગનો શિકાર બને છે. ફરી એકવાર ગલી બોય એક્ટર આ કારણોસર ચર્ચામાં છે. રણવીર ગઈકાલે રાત્રે તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે સલમાન ખાનની ઈદ પાર્ટીમાં પહોંચ્યો હતો. સલમાનની બહેન અર્પિતા ખાન અને જીજા આયુષ શર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવેલી આ પાર્ટીમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઓ પહોંચી હતી. આ પાર્ટીમાં લગભગ દરેક જણ એક અલગ જ લૂકમાં જોવા મળ્યાં હતા. રણવીર સિંહ તેની શાનદાર સ્ટાઈલમાં પહોંચ્યો હતો અને હવે લોકો તેને સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુઝર્સે ટ્રોલ કરવાની કોશિશ કરી
સિંહ અને દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને પાપારાઝીની સામે પોઝ આપતા જોવા મળે છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ બ્લેક ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે રણવીર સિંહ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો અને હવે તેનો ફંકી લૂક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ‘દીપિકા ઈદ પાર્ટીમાં જઈ રહી છે અને રણવીર માલદીવના પ્રવાસે જઈ રહ્યો છે…’ તો વળી, અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ક્યારેક કપડાં સરસ રીતે પસંદ કરો, ભાઈ…’

સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કંગના પણ ટ્રોલ થઈ
જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, શહનાઝ ગિલ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને હિમેશ રેશમિયા સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ આવી હતી. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયા ફોટોગ્રાફર્સની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. કંગનાનો આ વીડિયો જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કંગના ઘણીવાર બોલિવૂડને લપેટામાં લે છે. આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. આ જ કારણ છે કે લોકો વારંવાર વાત કરી રહ્યા છે કે કંગના અને સલમાન વચ્ચે મિત્રતા ક્યારે થઈ?

Back to top button