રણવીર સિંહ અને ક્રિતિ સેનન વારાણસી પહોંચ્યા, તસવીરો થઈ વાઇરલ


- રણવીર અને ક્રિતિએ પહેલા બાબા વીશ્વનાથના દર્શન કર્યા
- ધરોહર કાશી કી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું
મુંબઈ, 15 એપ્રિલ: બોલીવુડ એક્ટર રણવીર અને ક્રિતીએ ગંગા ઘાટ ખાતે ‘ધરોહર કાશી કી’ કાર્યક્રમમાં બનારસી થીમનું પ્રતિનિધિત્વ કરવા માટે રેમ્પ વોક કર્યું હતું. સોશિયલ મીડિયા પર તસવીરો વાઇરલ થતાં ચાહકો તેના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
રણવીર સિંહ અને ક્રિતી સેનન ગઈકાલે એટલે કે 14 એપ્રિલના રવિવારે વારાણસી પહોંચ્યા હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. રણવીર અને ક્રિતીએ પહેલા બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. આ ઉપરાંત, કાશીમાં ઇન્ડિયન માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘ધરોહર કાશી કી’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણવીર સિંહ, ક્રિતી સેનન અને સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ભાગ લીધો હતો.
View this post on Instagram
આ કાર્યક્રમમાં બનારસી સંસ્કૃતિની થીમ પર ફેશન શો પણ યોજાયો હતો. તેની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ક્રિતી સેનન આ ઈવેન્ટમાં બનારસી સિલ્ક સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફેશન ઈવેન્ટમાં 20 દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. આ ફેશન શોમાં બનારસના વણકરોની કારીગરી રજૂ કરવામાં આવી હતી. બંને ફિલ્મ સ્ટાર્સે કાશી વિશ્વનાથ મંદિરમાં 20 મિનિટથી વધુ સમય વિતાવ્યો હતો. આ દરમિયાન મંદિર પ્રશાસન દ્વારા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બ્રાઈડલ શાવર માટે રાજકુમારીની જેમ તૈયાર થઈ રાધિકા મર્ચન્ટ, જુઓ PHOTO