ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

પૂજા ભટ્ટ સાથેના રિલેશન પર રણવીર શૌરીએ કર્યો ખુલાસો, સુશાંત સિંહ વિશે કહી આ મોટી વાત

Text To Speech

મુંબઈ, 18 માર્ચ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી લવ સ્ટોરીઝ છે, જે ઘણા ઓછા લોકોના કાને પડી છે, કાં તો તેનો ઉલ્લેખ ના બરાબર થયો છે. એક એવી જ લવ સ્ટોરી રહી હતી રણવીર શૌરી એન પૂજા ભટ્ટની. રણવીર શૌરી હાલમાં જ રિલીઝ થયેલી ‘સનફ્લાવર 2’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ ‘સનફ્લાવર 2’ના પ્રમોશન દરમિયાન તેણે પોતાના પર્સનલ લાઇફ વિશે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. રણવીરે સુશાંત સિંહ રાજપૂત, પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ વિશે કેટલાક ખુલાસા પણ કર્યા છે.

રણવીર શૌરીનું પૂજા ભટ્ટ સાથે હતું અફેર

રણવીર શૌરીએ પૂજા ભટ્ટ સાથેના રિલેશન પર વાત કરતાં કહ્યું કે, અમારી વચ્ચે વિવાદ થયો ત્યાં સુધી મને મહેશ ભટ્ટ માટે ઘણું માન હતું. તે સમયે હું તેમની પુત્રી પૂજા ભટ્ટને ડેટ કરી રહ્યો હતો. તે સમયે મેં જોયું કે તેમના માટે મારામાં જે પણ આદર હતો તેનો ઉપયોગ મારી સાથે ચાલાકી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. મારી સાથે ખૂબ જ બેવડું વર્તન કરવામાં આવી રહ્યું હતું.

સુશાંત સિંહના મૃત્યુ અંગે રણવીર શૌરીએ શું કહ્યું?

રણવીર શૌરીએ કહ્યું કે, કારકિર્દીને બરબાદ કરવી અને લોકોને સાઇડલાઇન કરવા એ ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય બાબત છે. રણવીરે કહ્યું કે તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવું સુશાંત સિંહ રાજપૂત સાથે પણ થયું હતું. આ બધું કોઈ ઑન રેકોર્ડ નહીં કહે, પણ દરેક જણ ઑફ રેકોર્ડ કહેશે. હું ઑન રેકોર્ડ પર કહી શકું છું, અને મને એમાં કોઈ પ્રોબ્લમ પણ નથી. કોઈની વિરૂદ્ધ ટોળકી બનાવવી, તેને બાજુ પર મૂકવો, તેનું અપમાન કરવું, આ બધું અહીં થાય છે અને આ હકીકત છે. રણવીર શૌરીએ સુશાંત સાથે ‘સોનચિરિયા’માં કામ કર્યું હતું. રણવીરે કહ્યું કે, સુશાંત અને મારા વચ્ચે ખૂબ સારો બૉન્ડ હતો. અમે અવારનવાર વિજ્ઞાન પર ચર્ચા કરતા હતા.

રણવીર અને પૂજા ‘જિસ્મ’ના સેટ પર મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે, રણવીર અને ફેમસ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર પૂજા ભટ્ટ રિલેશનશિપમાં છે. બંનેની મુલાકાત 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ’ના સેટ પર થઈ હતી. આ પછી બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. બાદમાં તેમના સંબંધો ખૂબ જ ખરાબ રીતે સમાપ્ત થયા. બંનેએ એકબીજા પર અનેક આરોપો લગાવ્યા હતા.

આ પણ વાંચો: બોલિવૂડ હંગામાઃ રાજકીય ફિલ્મોની એક આખી શ્રેણી તૈયાર છે, કેટલી સફળ થશે?

Back to top button