ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રણવીર અલાહબાદિયાએ દેશભરમાં FIR થયા બાદ સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો

  • રણવીર અલાહબાદિયાએ યુટ્યુબ શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં અશ્લીલ ટિપ્પણીઓ કર્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાં તેની વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે

HD ન્યુઝ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર બીયર બાયસેપ્સ તરીકે પ્રખ્યાત રણવીર અલાહબાદિયા હાલમાં પોતાની વાંધાજનક ટિપ્પણીઓને કારણે વિવાદમાં છે. દેશભરમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જેના સંદર્ભમાં રણવીરે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. યુટ્યુબ શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં અશ્લીલ ટિપ્પણીઓ કર્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાં તેની વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેના સંદર્ભમાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેણે અપીલ કરી હતી કે બધી એફઆઈઆરની સુનાવણી એકસાથે કરવામાં આવે.

રણવીર અલાહબાદિયા તરફથી હાજર રહેલા એડવોકેટ અભિનવ ચંદ્રચુડ (ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડના પુત્ર) એ આ મામલે વહેલી સુનાવણીની માંગ કરી. દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ તાત્કાલિક કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કેસની સુનાવણી પ્રક્રિયા મુજબ થવી જોઈએ. આ મામલાને CJI દ્વારા પહેલા જ તારીખ આપી દેવામાં આવી છે.

આસામ પોલીસ યુટ્યુબર્સને સમન્સ પાઠવવા મુંબઈ પહોંચી

રણવીરે પોતાની અશ્લીલ ટિપ્પણીઓના વિવાદ બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાયાના બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તાજેતરમાં આસામ, મુંબઈ અને દેશના અન્ય સ્થળોએ રણવીર અલાહબાદિયા, સમય રૈના, અપૂર્વ મખીજા અને ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના આયોજકો સામે FIR દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર મહિલા આયોગ અને મહારાષ્ટ્ર સાયબર સેલે પણ આ લોકો વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. દરમિયાન, સાયબર સેલે શોના આયોજકોને નોટિસ મોકલીને આ મામલે પોતાનું નિવેદન આપવા કહ્યું છે. અત્યાર સુધી આશિષ ચંચલાની, અપૂર્વ મખીજા અને રઘુ રામના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

સમય રૈના દેશની બહાર, અલ્હાબાદિયાએ માફી માંગી

આસામ પોલીસ પણ રણવીર, સમય રૈના અને અન્ય આરોપીઓને સમન્સ બજાવવા માટે મુંબઈ આવી છે. આસામ પોલીસે સમય રૈનાને 17 ફેબ્રુઆરી સુધીમાં હાજર થવા કહ્યું છે. દરમિયાન ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજક સમય રૈના હાલમાં વિદેશમાં છે. તેમના વકીલે કહ્યું છે કે તેઓ અમેરિકામાં છે અને 17 માર્ચ સુધીમાં ભારત પાછા ફરશે.

ઉલ્લેખનીય છે કે રણવીર અલાહબાદિયાએ સમય રૈનાના રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક સ્પર્ધકને તેના માતાપિતાના શારીરિક સંબંધ અંગે વિવાદાસ્પદ પ્રશ્ન પૂછ્યો હતો, જેના પછી દેશભરમાં તેના નિવેદનની ટીકા થઈ રહી છે. લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી ફેલાઈ ગયો છે. આ વિવાદ પછી અલાહબાદિયાએ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી છે.

આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા: પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું ખાવું, નિષ્ણાતોએ આપી સલાહ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ વિશાલ દદલાણીનાં ફેન્સ માટે માઠા સમાચાર; કોન્સર્ટમાં પહોંચતાં પહેલાં જ નડ્યો અકસ્માત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button