ટ્રેન્ડિંગમનોરંજન

રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 100 કરોડ ક્લબમાં સામેલ

Text To Speech
  • 10 દિવસમાં બોક્સ ઓફિસ પર કરી 105 કરોડની કમાણી
  • કરણ જોહરે સાત વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કર્યુ કમબેક
  • માત્ર લવ સ્ટોરી નહીં, પરંતુ ફેમિલી ડ્રામા લોકોને પસંદ પડ્યો

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે. કરણ જોહરની આ ફિલ્મે માત્ર 10 દિવસમાં બોક્સ ઓફિસ પર 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે. બીજા રવિવારે તારીખ 6 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મે તેના 10માં દિવસે બોક્સ ઓફિસ પર રુપિયા 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરી લીધો છે. કરણ જોહરે આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે સાત વર્ષ બાદ કમબેક કર્યુ છે અને પોતાનો ટ્રેડ માર્ક ફરી વખત સ્થાપિત કરી લીધો છે. આ વખતે આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નહીં, પરંતુ કમાલનો ફેમિલિ ડ્રામા પણ છે.

‘Rocky Aur Rani Kii Prem Kahaani’

રોકી-રાની 100 કરોડની કમાણી કરનારી 2023ની છઠ્ઠી ફિલ્મ

આ વર્ષે માત્ર કેટલીક હિન્દી ફિલ્મો છે, જેણે 100 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાનની પઠાણે 500 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. તે જ સમયે, નાના બજેટમાં બનેલી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’એ 239.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’147.28 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.આદિપુરુષે 147.86 કરોડનો બિઝનેસ કર્યો. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 109.29 કરોડ રૂપિયા સાથે પાંચમા નંબર પર છે. હવે આ લિસ્ટમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની એન્ટ્રી થઇ ચુકી છે.

બીજા વીકેન્ડમાં મારી દીધી સેન્ચુરી

પહેલા વીકેન્ડ બાદ વર્કિંગ ડેઇઝમાં દમદાર પકડની સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ એ રોજ લગભગ સાત કરોડની રેન્જમાં કલેક્શન કર્યુ હતુ. બીજા અઠવાડિયાની શરૂઆત શુક્રવારના એક હળવા જમ્પ સાથે થઇ અને શનિવારે ફિલ્મે થિયેટર્સનો માહોલ તગડો બનાવી દીધો. પહેલા વીકેન્ડમાં ઓલમોસ્ટ 46 કરોડની કમાણી કરનારી આ ફિલ્મે બીજા વીકેન્ડમાં 31 કરોડથી વધુનુ કલેક્શન કર્યુ. આ સોલિડ કમાણી સાથે કરણ જોહરની ફિલ્મે 10 દિવસમાં 105 કરોડનું કલેક્શન કરી લીધુ છે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળતા માહોલ ગરમાયો

Back to top button