ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થયો, જાણો ટેન્ટ સિટીનું ભાડુ

Text To Speech
  • દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું
  • પ્રવાસીઓ 15 માર્ચ સુધી આ રણોત્સવનો આનંદ માણી શકશે છે
  • લોકો ટેન્ટ સિટીમાં રોકાઈને પ્રકૃતિનો અનેરો આનંદ માણતા હોય છે

ગુજરાતના કચ્છમાં રણોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં દેશ-વિદેશમાં વસતા લોકોને કચ્છમાં રહેવા માટે ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છનું સૌંદર્ય માણવા આવે છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત આજે 11 નવેમ્બરથી થઇ છે. પ્રવાસીઓ 15 માર્ચ સુધી આ રણોત્સવનો આનંદ માણી શકશે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ટેન્ટ સિટીમાં રોકાઈને પ્રકૃતિનો અનેરો આનંદ માણતા હોય છે. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં લોકો કચ્છના સફેદ રણના સૌંદર્યની સાથે પરંપરાગત ભોજન અને લોક સંસ્કૃતિનો પણ આનંદ માણે છે. આ ટેન્ટ સિટીમાં રહેવાનો અનુભવ પ્રવાસીઓ માટે ફાઇવ સ્ટાર હોટેલ કરતાં પણ વધારે હોય છે. નોન-એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું 5,500 રૂપિયા છે. ડિલક્સ એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું 7,500 રૂપિયા છે. પ્રીમિયમ ટેન્ટનું ભાડું 8,500 રૂપિયા છે. સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું 9,500 રૂપિયા છે.

રણોત્સવને લઈને વિવિધ માહિતી પણ આ વેબસાઇટ પરથી મેળવી શકો છો

તહેવારોની સિઝનમાં અહીં વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું 7,000 થી લઈને 11,500 રૂપિયા સુધી નક્કી કરાયું છે. ક્રિસમસ અને ન્યૂ યરના તહેવાર દરમિયાન એટલે કે 20 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ભાડું 8,500 થી શરૂ થઈને 13,000 રૂપિયા સુધી પહોંચે છે. કચ્છના રણોત્સવમાં ટેન્ટ સિટીમાં રહેવા માટે https://www.rannutsav.com વેબસાઇટ પર જઈને તમે તમારા માટે ટેન્ટ બુક કરાવી શકો છો. આ સિવાય તમે રણોત્સવને લઈને વિવિધ માહિતી પણ આ વેબસાઇટ પરથી મેળવી શકો છો.

Back to top button