ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરામાં રાજકારણ ગરમાયું, લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી

Text To Speech

વડોદરા (ગુજરાત), 23 માર્ચ: લોકસભા ચૂંટણીની લઈને દેશભરમાં તડામારા તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં ફરીવાર એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. મહત્ત્વનું છે કે, રંજનબેનને ત્રીજી વખત લોકસભા સીટ પરથી ટિકિટ આપાવામાં આવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, હું રંજન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. જો કે બની શકે છે, વડોદરમાં પરસ્પર મતભેદોનો કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હશે.

વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, સતત ત્રીજી વાર રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં ભાજપમાં આંતરિક ડખા વધ્યા હતા. ઉમેદવાર તરીકે તેમનું નામ આવતા પાર્ટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ પણ તેમના ઉમેદવારી પર વાંધો ઉઠાવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. જો કે, સી.આર.પાટિલ સાથે બેઠક બાદ તેઓ માની ગયા હતા. અંતે રાજીનામું પરત ખેંચ્યું હતું.

આ પણ વાંચો: વડોદરા લોકસભાના ઉમેદવાર રંજનબેનનો પ્રચંડ વિરોધ, વિવિધ બેનરો લાગ્યા

Back to top button