ટ્રેન્ડિંગમનોરંજન

પોલીસ વર્દીમાં દબંગ અંદાજ સાથે રાની મુખર્જીનું કમબેક, મર્દાની-3ની જાહેરાત

Text To Speech
  • વર્ષ 2014માં મર્દાની, 2019માં  મર્દાની-2 બાદ હવે યશરાજ ફિલ્મ્સ એ ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી દીધી છે. આ સાથે રાની મુખર્જીનું કમબેક થયું છે

22 ઓગસ્ટ, મુંબઈઃ વર્ષ 2014માં રાની મુખર્જી અને યશરાજ ફિલ્મ્સે સાથે મળીને ફીમેલ કોપ ફિલ્મ મર્દાની રીલીઝ કરી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જીની દબંગ સ્ટાઈલ દર્શકોને ખૂબ જ ગમી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જીએ શિવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની રજૂઆતના પાંચ વર્ષ પછી યશરાજ ફિલ્મ્સે મર્દાની 2 રીલીઝ કરી હતી. આમાં પણ રાનીનું પાત્ર બધાને પસંદ આવ્યું હતું. હવે યશરાજ ફિલ્મ્સ એ ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી દીધી છે. આ સાથે રાની મુખર્જીનું કમબેક થયું છે.

યશરાજે જારી કર્યો વીડિયો

રાની મુખર્જીની મર્દાનીના 10 વર્ષ પૂર્ણ થવા પર યશરાજ ફિલ્મ્સે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરીને મર્દાનીના નેક્સ્ટ ભાગની જાહેરાત કરી છે. વીડિયોમાં મર્દાની અને મર્દાની 2ની ઝલક જોવા મળે છે. વીડિયોના અંતમાં મર્દાની 3ની જાહેરાત કરવામાં આવી છે.

શું કહે છે ચાહકો?

મર્દાની-3 ની જાહેરાતથી ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. લોકો વીડિયોની નીચે કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તે ખૂબ જ શાનદાર ફિલ્મ હતી. અન્ય એક યુઝરે લખ્યું છે કે બ્લોકબસ્ટર ફિલ્મ છે ભાઈ. એક યુઝરે લખ્યું કે મર્દાની જેવી વધુ ફિલ્મો બનવી જોઈએ.

ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે?

સૂત્રાના જણાવ્યા અનુસાર રાની મુખર્જી 2025ના પહેલા ક્વાર્ટરથી મર્દાનીનું શૂટિંગ કરવા માટે તૈયાર છે. રાની મુખર્જી અને આદિત્ય ચોપરાને મર્દાની ફ્રેન્ચાઇઝી પસંદ છે. બંને છેલ્લા કેટલાક સમયથી લેખકોની એક ઈનહાઉસ ટીમ સાથે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને આખરે તેમને એક સ્ક્રિપ્ટ મળી છે, જે ફિલ્મના પાર્ટ વન અને પાર્ટ ટુ સાથે ન્યાય કરશે. રાઈટર્સની ટીમ હાલમાં સ્ક્રીનપ્લેને ફાઈનલ ટચ આપી રહી છે. ત્યારબાદ ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર પહોંચી જશે.

આ પણ વાંચોઃ તારક મહેતાના આ એક્ટરે પણ 16 વર્ષ પછી છોડ્યો શો? છેલ્લા કેટલાક એપિસોડ્સથી ગાયબ

Back to top button