ટ્રેન્ડિંગમનોરંજનલાઈફસ્ટાઈલવિશેષ

રાની મુખર્જીએ તેની પુત્રીની માંગી માફી, કહ્યું કે, મે એવા દિવસો જોયા છે કે શું કહું?

મુંબઈ, 27 માર્ચ : રાની મુખર્જી ભલે ટોચની અભિનેત્રીઓમાં સામેલ હોય પરંતુ તેણે પણ દીકરીને ઉછેરવા માટે કરિયરમાંથી બ્રેક લીધો હતો અને કામથી દૂર રહીને દીકરીને ઉછેરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેની પુત્રી મોટી થઈ, ત્યારે રાનીએ ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. રાની પોતાના અંગત જીવનને મીડિયા અને લોકોની નજરથી દૂર રાખે છે અને પોતાના પરિવાર અને દીકરી વિશે બહુ ઓછી વાત કરે છે.

રાનીની પુત્રીના જન્મને ઘણા વર્ષો વીતી ગયા છે અને પ્રથમ બાળક પછી, લોકો વારંવાર પૂછે છે કે તમે બીજું બાળક ક્યારે કરવાનું વિચારી રહ્યા છો. જ્યારે રાનીને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો. રાનીએ જણાવ્યું કે તે બીજી વખત ગર્ભવતી હતી પરંતુ તેને મિસકેરેજ થઈ ગયું હતું.

પાંચમા મહિનામાં મિસકેરેજ થયું 

રાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પ્રેગ્નન્ટ છે અને તે કોરોના પીરિયડનો સમય હતો. જ્યારે કોરોના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે રાની બીજી વખત ગર્ભવતી હતી પરંતુ નસીબ તેના સાથે નહોતું અને પાંચમા મહિનામાં તેને મિસકેરેજ થઈ ગયુ હતું. આ સ્ટેજ પર આવીને મિસકેરેજનું જોખમ ઘણું ઓછું હોય છે, પરંતુ તો પછી રાની સાથે આવું કેમ થયું?

ત્યારે મેં પ્રયત્ન કર્યો

રાનીએ જણાવ્યું હતું કે, તેની દીકરી હવે 8 વર્ષની થઈ ગઈ છે અને જ્યારે તે સાત વર્ષની હતી ત્યારે તેણે બીજા બાળક માટે પ્રયત્ન કર્યો હતો અને હવે તેના સાત વર્ષ વીતી ગયા છે પરંતુ તેને ફરીથી માતા બનવાની તક મળી નથી. અને તે આ માટે ખૂબ જ અફસોસ છે.

ખૂબ જ દુઃખી છે 

રાનીને બીજુ બાળક કરવાની ઈચ્છા છે પરંતુ તે આમ કરી શકતી નથી કારણ કે તે કહે છે કે આ ઉંમરે માતા બનવું તેના માટે ખૂબ જ પીડાદાયક અનુભવ હોઈ શકે છે. તે આદિરાને ભાઈ-બહેન ન આપી શકી તેનું તેને ખૂબ જ દુઃખ છે અને કદાચ આ ઉદાસી તેની સાથે જીવનભર રહેશે.

મિરેકલ બેબી 

રાની તેની પુત્રી આદિરાને એક મિરેકલ બેબી માને છે કેમ કે, તેનું પહેલું બાળક ઘણી મુશ્કેલીઓ અને મીન્ઓનતો પછી મળ્યું છે, તેથી તે તેની પાસે જે કંઈ છે તેનાથી ખુશ છે. ઘણા યુગલો બાળક માટે ઝંખતા હોય છે, પરંતુ તેની પાસે એક બાળક તો છે.

બીજા ત્રિમાસિકમાં મિસકેરેજ

ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયા પહેલા મિસકેરેજનું જોખમ સૌથી વધુ હોય છે, પરંતુ સમય જતાં આ જોખમ ઘટે છે. લગભગ 10 થી 20 ટકા સ્ત્રીઓ મિસકેરેજનો ભોગ બને છે. જો કે, બીજા ત્રિમાસિકની શરૂઆત થતાં મિસકેરેજનું જોખમ ઘટે છે, પરંતુ રાનીનું મિસકેરેજ ખૂબ મોડું થયું હતું અને તેણે તેનું કારણ શેર કર્યું નથી.

આ પણ વાંચો : 8 એપ્રિલે સૂર્યગ્રહણને કારણે વધશે કાર અકસ્માતો… વિજ્ઞાનીઓએ આપી વિચિત્ર ચેતવણી

Back to top button