આમિર ખાનને મળવા પહોંચી રાની મુખર્જી, આયરા-નુપુર સાથે તસવીર વાયરલ


- આમિર ખાન અને રાની મુખર્જીની જોડીએ હિન્દી સિનેમાને કેટલીક યાદગાર ફિલ્મો આપી છે અને આ બંનેની જોડીને પસંદ કરવામાં આવી છે. ‘ગુલામ’, ‘મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ’ અને ‘તલાશ’ જેવી ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રિ અદભૂત હતી
બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે, જેમની જોડી ફેન્સને ખૂબ જ પસંદ પડી છે. જેમ કે શાહરૂખ-કાજોલ, સલમાન-સોનાલી, ગોવિંદા-કરિશ્મા. આમાંનું એક નામ છે આમિર ખાન અને રાની મુખર્જીનું, જેમની જોડીએ હિન્દી સિનેમાને કેટલીક યાદગાર ફિલ્મો આપી છે અને આ બંનેની જોડીને પસંદ કરવામાં આવી છે. તમે આ બંનેને ‘ગુલામ’, ‘મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ’ અને ‘તલાશ’ જેવી ફિલ્મોમાં જોયા છે. આ ફિલ્મોમાં બંને વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી. જો કે બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી, પરંતુ ચાહકો આ જોડીને એકસાથે જોવા માટે આતુર રહેતા હોય છે, પછી તે રિલ લાઈફમાં હોય કે રિયલ લાઈફમાં.
બધા ખુશખુશાલ દેખાયા
હાલમાં આ બંને સ્ટાર એક સાથે સમય પસાર કરતા જોવા મળ્યા છે. ઘણા સમય પછી બંને એક જ ફ્રેમમાં કેદ થયા છે. તાજેતરમાં રાની મુખર્જી આમિર ખાનને મળવા તેના ઘરે પહોંચી હતી. ત્યાં આમિરની દીકરી આયરા અને તેનો જમાઈ નુપુર શિખર પણ હાજર હતા. હવે આયરાએ આ મીટિંગની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં ચારેય જણા ખુશખુશાલ મૂડમાં જોવા મળે છે. આ દરમિયાન રાની બ્રાઉન આઉટફિટ સાથે મોટા ગોગલ્સ પહેરીને જોવા મળી હતી. જ્યારે આમિર બ્લૂ પેન્ટ સાથે કુર્તા પહેરેલો જોવા મળે છે અને આયરા વન પીસ ડ્રેસમાં તેમજ નૂપુર પેસ્ટલ કલરના શર્ટમાં જોવા મળે છે.
આ તસવીર શેર કરતી વખતે આયરાએ લખ્યું છે કે ‘આફ્ટર લોંગ ટાઈમ’. એક તસવીરમાં આયરા રાની સાથે પોઝ આપતી પણ જોવા મળી રહી છે. હવે રાની અને આમિરની મીટિંગની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાની અને આમિર શરૂઆતના દિવસોથી જ ઘણા સારા મિત્રો છે.
આ પણ વાંચોઃ સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત