ભારત વિકાસ પરિષદ, સુરત મેઈન મહિલા વિંગ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન…
ભારત વિકાસ પરિષદની મહિલા વિંગ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાંદેર ઝોનની શાળાઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન ગત તારીખ 18.10.2022ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધો. 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામાં, વિદ્યાર્થીઓ દ્વારા 24 રંગોળીઓ અને શિક્ષક દ્વારા 8 રંગોળીઓ બનાવામાં આવી હતી. સ્પર્ધાના અંતે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ત્રણ ઈનામ અને શિક્ષકોને બે ઈનામ આપવામાં આવ્યા હતાં. જેનું પરિણામ નીચે મુજબ જાહેર કરાયું હતું.
વિદ્યાર્થી ગણ :
- પ્રથમ – પ્રજાપતિ નંદિની, સહાની અર્ચના સુમન શાળા નં. 4
- દ્વિતિય – રાઠોડ પિયુષ, સૂરતી હેતલ, ઠાકોર રાગિણી શાળા નં. 165
- તૃતીય – સોલંકી પ્રાચી, નાઝ પીંજરા શાળા નં. 154
શિક્ષક ગણ
- પ્રથમ – સ્નેહલ પટેલ શાળા નં. 150
- દ્વિતિય – ભુમિકા પટેલ, મીરાં રાઠોડ, પૂજા ગૌરી સુમન શાળા નં. 4
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે લક્ષ્મીકાંત લુહાર અને એકતા પટેલે હાજરી આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં પ્રમુખ રૂપીન પચ્ચીગરે વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને તેમજ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, ભારત વિકાસ પરિષદ સુરત મેઈન નો મુખ્ય હેતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો વિસ્તાર કરવાનો રહ્યો છે. આજની આ રંગોળી સ્પર્ધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રંગોળીની કળાને વિકસાવશે તો સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનું જતન પણ કરશે. આ સ્પર્ધાનું ઈનામ વિતરણ નિરીક્ષક રાગીણીબેન દલાલ, સીઆરસી મનીષાબેન પટેલ, પ્રમુખ રૂપીન પચ્ચીગર ઉપપ્રમુખ પ્રતિમા સોની, મંત્રી વિપુલ જરીવાળા અને મહિલા સંયોજીકા રંજના પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્પર્ધામાં સોનલ માંકડિયા, પૂજા જરીવાળા, હેમા સોલંકી, બેલા પટેલ, વિજય જલંદર જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન નીના દેસાઈએ કર્યુ હતું અને આભારવિધિ રંજના પટેલ દ્વારા કરવામાં આવી હતી.