ટ્રેન્ડિંગમનોરંજન

રણદીપ હૂડાની મોસ્ટ અવેઈટેડ સ્વાતંત્ર્ય વીર સાવરકરની રીલીઝ ડેટ, ટીઝર જાહેર

  • અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનાર એક્ટર રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની રીલીઝ ડેટ અને ટીઝર જારી કરવામાં આવ્યું છે. આ ફિલ્મથી તે પોતાના દિગ્દર્શક તરીકેની શરૂઆતને લઈને પણ ચર્ચામાં છે.

મુંબઈ, 30 જાન્યુઆરીઃ ‘સાહિબ બીબી ઔર ગેંગસ્ટર’, ‘સરબજીત’, ‘હાઈવે’, ‘સુલતાન’ જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનાર એક્ટર રણદીપ હૂડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની રીલીઝ ડેટ અને ટીઝર જારી કરવામાં આવ્યાં છે. આ ફિલ્મથી તે પોતાના દિગ્દર્શક તરીકેની શરૂઆતને લઈને પણ ચર્ચામાં છે. અભિનેતાએ ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં અભિનય અને દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મમાં તે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારથી રણદીપે આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારથી દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકોનો ઉત્સાહ જોઈને રણદીપે શહીદ દિવસ પર તેની ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરી છે.

આ દિવસે ફિલ્મ થશે રીલીઝ

સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રીલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ 22 માર્ચ 2024ના રોજ હિન્દી અને મરાઠીમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણદીપ હૂડા લીડ રોલમાં હોવાની સાથે દિગ્દર્શક તરીકે પણ પદાર્પણ કરી રહ્યો છે. આ તેની ડિરેક્ટોરિયલ ડેબ્યુ છે.

ફિલ્મની કહાની અને કાસ્ટ

આ ફિલ્મ એવા નાયકની છે, જે એક ક્રાંતિકારી, સમાજસુધારક અને રાજનેતા હતા. આજે પણ ભારતની સ્વતંત્રતાની લડાઈમાં એક અદમ્ય વ્યક્તિ તરીકે વીર સાવરકરને યાદ કરવામાં આવે છે. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમનું પણ યોગદાન હતું. તેમની નસોમાં દેશભક્તિ હતી. સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની કહાનીને ફિલ્મ દ્વારા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે. ઈતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયેલા મહાન વ્યક્તિત્વની સંવેદના, જુસ્સા અને જટિલતાને મોટા પડદા પર લાવવાનો આ એક પ્રયાસ છે.

રણદીપ હૂડાની મોસ્ટ અવેઈટેડ સ્વતંત્ર વીર સાવરકરની રીલીઝ ડેટ જાહેર hum dekhenge news

પોતાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત કરતા રણદીપે કહ્યું કે શ્રી સાવરકરની સાથે કાલાપાનીમાં લગભગ બે વર્ષ પસાર કર્યા બાદ હવે તેમના માટે આઝાદી તરફ પગલું ભરવાનો સમય આવી ગયો છે. આ યાત્રા મુશ્કેલ રહી, પરંતુ તેણે મને એક અભિનેતાના રૂપમાં સ્વયંથી આગળ વધી એક ફિલ્મ દિગ્દર્શક બનવા માટે પ્રેરિત કર્યો છે. હવે સમય આવી ગયો છે કે દેશને સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં બલિદાન આપી ચૂકેલા સશસ્ત્ર ક્રાંતિકારી શ્રી વીર સાવરકરના યોગદાન વિશે જાણકારી મળે. આ ફિલ્મમાં રણદીપ હૂડા સાથે અંકિતા લોખંડે અને અમિત સિયાલ સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ વિદ્યુત જામવાલની અનોખી ફિલ્મ જંગલીનું ટીઝર રીલીઝ, જુઓ વીડિયો

Back to top button