પંજાબ પૂર પીડિતોની મદદ માટે રણદીપ હુડ્ડા આગળ આવ્યા, જુઓ વીડિયો

- શાહરૂખ ખાન, સંજય દત્ત, સની દેઓલ, શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, કરીના કપૂર અને આલિયા ભટ્ટે મદદનો હાથ લંબાવ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ દાયકાઓમાં પંજાબમાં આવેલા સૌથી ભયાનક પૂરે Punjab flood હજારો પરિવારોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખેતરો નાશ પામ્યા છે અને ઘરો ડૂબી ગયા છે. લોકો હજુ પણ મદદની રાહ જોઈ રહ્યા છે. આ સંકટના સમયમાં સામાન્ય લોકો અને સંગઠનોની સાથે, બોલિવૂડ અને પંજાબી કલાકારો પણ રાહત આપવા માટે આગળ આવી રહ્યા છે.
રણદીપ હુડ્ડા ગુરદાસપુર પહોંચ્યા
અભિનેતા રણદીપ હુડા પોતે ગુરદાસપુર પહોંચ્યા, જે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. તેમણે સ્થાનિક વહીવટીતંત્ર અને સ્વયંસેવકો સાથે મળીને જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. ખાદ્ય પદાર્થો, કપડાં અને અન્ય આવશ્યક વસ્તુઓનું વિતરણ કર્યા પછી રણદીપ સીધા અસરગ્રસ્ત પરિવારોને મળ્યા અને તેમની સુખાકારી પૂછી હતી. તેમની હાજરીથી પીડિતોનું મનોબળ વધ્યું અને તેમને ખાતરી આપી કે આ મુશ્કેલ સમયમાં આખો દેશ તેમની સાથે ઉભો છે.
View this post on Instagram
બોલિવૂડ અને પંજાબી સ્ટાર્સનું યોગદાન
આ દરમિયાન ફિલ્મ ઉદ્યોગના ઘણા અન્ય સ્ટાર્સ પણ રાહત કાર્યમાં જોડાયા છે. શાહરૂખ ખાન, સંજય દત્ત, સની દેઓલ, શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, કરીના કપૂર અને આલિયા ભટ્ટે મદદનો હાથ લંબાવ્યો છે. આલિયા ભટ્ટે દાનની લિંક શેર કરી, સોનુ સૂદે હેલ્પલાઇન શરૂ કરી, જ્યારે દિલજીત દોસાંઝે દસ ગામો દત્તક લીધા છે. એમી વિર્કે 200 ઘરો ફરીથી બનાવવાની જવાબદારી લીધી છે. સોનમ બાજવા, ગિપ્પી ગ્રેવાલ, સતિંદર સરતાજ અને કરણ ઔજલા જેવા પંજાબી સ્ટાર્સ પણ રાહત કાર્યમાં સક્રિય છે.
અત્યાર સુધી પૂરથી થયેલું નુકસાન
સરકારી આંકડા મુજબ આ પૂરમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. રાજ્યના 12 જિલ્લાઓના 1,655 થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. એકલા ગુરદાસપુરમાં જ 324 ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. અમૃતસર, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને સંગરુરમાં પરિસ્થિતિ ગંભીર છે.
કલાકારોની પહેલથી આશા જાગી
પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ થયો છે, પરંતુ રણદીપ હુડા સહિત બોલિવૂડ અને પંજાબી કલાકારોનું આગળ આવવું અસરગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે. આ પહેલ માત્ર રાહત જ નથી આપી રહી પરંતુ સંદેશ પણ આપી રહી છે કે સંકટના સમયમાં માનવતા જ સૌથી મોટો ધર્મ છે.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને લાલબાગ ચા રાજાને 11 લાખનું દાન આપ્યું, જુઓ વીડિયો












