ટ્રેન્ડિંગમનોરંજન

એનિમલમાં બોબીની બોડી જોઈને રણબીરનું ઘમંડ થયું હતું ચકનાચૂર, ડરી ગયો હતો અભિનેતા

  • ફિલ્મ એનિમલમાં બોબી દેઓલનો રોલ ભલે નાનો હોય, પરંતુ તેનું મહત્ત્વ રણબીર કપૂરના રોલથી ઓછું નથી. ‘એનિમલ’ના ક્લાઈમેક્સ સીનમાં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચેની ફાઈટીંગ ખૂબ જ રોમાંચક રહી હતી.

મુંબઈ, 29 જાન્યુઆરીઃ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ ઓટીટી પર આવ્યા બાદ ફરી એક વાર ચર્ચામાં છે. ફિલ્મ રીલીઝ થઈ ત્યારથી જ તે ચર્ચામાં છે. હવે તો રણબીર કપૂરને ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ફિલ્મ એનિમલમાં બોબી દેઓલનો રોલ ભલે નાનો હોય, પરંતુ તેનું મહત્ત્વ રણબીર કપૂરના રોલથી ઓછું નથી. ‘એનિમલ’ના ક્લાઈમેક્સ સીનમાં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચેની ફાઈટીંગ ખૂબ જ રોમાંચક રહી હતી. આ સીનમાં શર્ટલેસ લડાઈ કરતા બંને કલાકારોએ જબરદસ્ત બોડી બતાવી હતી.

એનિમલમાં બોબીની બોડી જોઈને રણબીરનું ઘમંડ થયું હતું ચકનાચૂર, ડરી ગયો હતો અભિનેતા hum dekhenge news

રણબીરે કરી ક્લાઈમેક્સ સીન અંગે વાત

રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ સીન પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે બોબીએ શર્ટ ઉતાર્યો હતો, ત્યારે તે ગભરાઈ ગયો હતો. તેનું પોતે બનાવેલી બોડી માટેનું ઘમંડ ચકનાચૂર થઈ ગયું હતું. એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, ‘ મેં પહેલા શર્ટ ઉતાર્યો હતો, તો સમગ્ર યુનિટે તાળીઓ પાડી કેમકે હીરોએ શર્ટ ઉતાર્યો હતો. પરતું જયારે બે દિવસ બાદ બોબીએ શર્ટ ઉતાર્યો ત્યારે મને અને મારા ટ્રેનરને લાગ્યું કે આપણે કરેલી મહેનત તો કંઈજ નથી.’

બોબીથી છુપાવી હતી કહાની

રણબીરે એનિમલની સિક્વલ એનિમલ પાર્ક વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની કહાની છુપાવીને રાખી હતી. એનિમલ દરમિયાન પ્રોડક્શનના અનેક લોકોને તેની કહાનીની જાણ ન હતી. રણબીરે કહ્યું કે બોબી સરને કહાનીનો ખ્યાલ ન હતો. અનિલ સરને ખાલી પિતા-પુત્રની કહાનીનો ખ્યાલ હતો. એનિમલ પાર્કમાં પણ એક કે બે સીન તૈયાર છે, જે ખાલી મને જ સંભળાવવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

સોશિયલ મીડિયા પર ‘લોર્ડ બોબી’ ટ્રેન્ડ વિશે બોલ્યો બોબી 

એક ઈન્ટરવ્યુમાં રણબીરે બોબી દેઓલને સોશિયલ મીડિયા પર ‘લોર્ડ બોબી’ના ટ્રેન્ડ વિશે પણ પૂછ્યું હતું, જે ‘એનિમલ’ રિલીઝ થયા પછી વધુને વધુ લોકપ્રિય થયો હતો. આ વિશે વાત કરતાં બોબીએ કહ્યું, ‘લોકોના દિલમાં મારા માટે આટલો પ્રેમ છે, તે મારા માટે ખૂબ સારી વાત છે, હું લોકોનો આભારી છું.’

આ પણ વાંચોઃ સ્પાઈસ જેટને મળ્યું જીવતદાન, 900 કરોડનું ફંડિંગ મળતાં શૅરના ભાવમાં પણ ઉછાળો

Back to top button