ટ્રેન્ડિંગમનોરંજન

આલિયાની બર્થડે પાર્ટીમાં રણબીરે પહેરી રાહાના નામની ટીશર્ટ, ફોટો વાયરલ

  • આલિયાની બર્થડે પાર્ટીમાં રણબીરે તેના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. જો કે, તેની લાડલી દિકરી રાહા આલિયાના જન્મદિવસની ઉજવણીમાં હાજર રહી ન હતી

મુંબઈ, 15  માર્ચઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. ગઈકાલે રાત્રે અભિનેત્રીના જન્મદિવસ પર રણબીર કપૂરે તાજ હોટલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આલિયાની બર્થડે પાર્ટીમાં રણબીરે તેના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. જો કે, તેની લાડલી દિકરી રાહા આલિયાના જન્મદિવસની ઉજવણીમાં હાજર રહી ન હતી, પરંતુ રણબીર કપૂરે રાહાના નામની ટી-શર્ટ પહેરી હતી. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

રણબીરે કસ્ટમાઈઝ કરેલી ટી-શર્ટ પહેરી

આ પાર્ટીમાં રણબીરે બ્લેક કલરની ટી-શર્ટ પહેરી હતી. જેના પર તેની દિકરી રાહાનું નામ લખેલું હતું. આલિયાના જન્મદિવસની ઉજવણીમાં રણબીરે કસ્ટમાઇઝ્ડ બ્લેક ટી-શર્ટ પહેરી હતી અને તેની પર સફેદ રંગમાં રાહા લખેલું હતું. રણબીરની આ ટી-શર્ટ ફેન્સના દિલને સ્પર્શી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકો વરસાવી રહ્યા છે પ્રેમ

રણબીર કપૂર ગયા વર્ષે પિતા બન્યો હતો. આલિયા ભટ્ટે 6 નવેમ્બરે પુત્રી રાહાને જન્મ આપ્યો હતો . રણબીરની ટી-શર્ટની તસવીર સામે આવ્યા બાદ ફેન્સ રણબીર કપૂર પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે ચાહકો ઘણી બધી કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. વાયરલ ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે પ્રાઉડ ફાધર અને કેટલાક લોકો પોસ્ટ પર હાર્ટ ઇમોજી મોકલી રહ્યાં છે. રણબીરના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તાજ હોટલની પાર્ટીમાં અંબાણી પરિવાર પણ થયો સામેલ

આલિયા ભટ્ટના જન્મદિવસને ખાસ બનાવવા માટે રણબીર કપૂરે મુંબઈની તાજ હોટલમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં નીતુ કપૂર, શાહીન ભટ્ટ, સોની રાઝદાન, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને તેનો પતિ આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Paytm FASTag, રિચાર્જ અને UPI સહિતની કઈ-કઈ સેવાઓ આજથી થઈ બંધ? જાણો

Back to top button