મનોરંજન

રણબીર કપૂરે ગળા પર કોના નામનું બનાવ્યું ટેટૂ, વીડિયો થયો વાયરલ

Text To Speech

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. હાલ, રણબીર ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મ સિવાય રણબીર તેના નવા ટેટૂને લઈને પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેની એક ઝલક હાલમાં જ ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશન ઈવેન્ટમાં જોવા મળી હતી.


રણબીર કપૂરે રાહાના નામનું ટેટૂ કરાવ્યું હતું

રીસન્ટલી, રણબીર કપૂર તેની ફિલ્મની હિરોઈન રશ્મિકા સાથે ચેટ શોમાં પહોંચ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, અભિનેતા તેની ગરદન પર એક નવું ટેટૂ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. રણબીર કપૂરે કોલર બોન પર આ ટેટૂ કરાવ્યું છે. ખરેખર, અભિનેતાએ ટેટૂમાં તેની પુત્રી રાહાનું નામ લખેલું છે. એટલા માટે આ ટેટૂ તેના માટે ખૂબ જ ખાસ છે.

રાહા કપૂર નવેમ્બરમાં એક વર્ષની થઈ

બૉલીવુડના ચૉકલેટ બૉય રણબીર કપૂરે અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે એ તો બધા જ જાણે છે. આ સ્ટાર કપલ ગયા વર્ષે એટલે કે નવેમ્બર 2022માં રાહાના માતા-પિતા બન્યા હતા. હવે રાહા એક વર્ષની છે. બંનેએ રાહાનો પહેલો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો.

બોબી દેઓલના કેરેકટરે ધૂમ મચાવી

ફિલ્મ ‘એનિમલ’ની વાત કરીએ તો તેમાં રણબીર કપૂર ગ્રે શેડનું પાત્ર ભજવી રહ્યો છે. આને લઈને ચાહકોમાં ભારે હોબાળો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. બૉબી દેઓલ ભલે થોડી સેકન્ડ માટે ટ્રેલરમાં જોવા મળ્યો હોય, પરંતુ તેની હાજરીએ બધાને હંફાવી દીધા છે.

Back to top button