ટ્રેન્ડિંગમનોરંજન

રિલીઝ પહેલા બોક્સ ઓફિસ પર ‘શમશેરા’નો દબદબો

Text To Speech

રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ટૂંક સમયમાં જ ફેન્સની આ રાહ પૂરી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતાની આ ફિલ્મ 22 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની છે, જેના માટે 16 જુલાઈથી એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે, જેને પહેલા દિવસે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

shamshrera

એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે આટલી કમાણી

એક રિપોર્ટ અનુસાર એડવાન્સ બુકિંગના પહેલા દિવસે શમશેરાએ 0.97 કરોડ એટલે કે 97 લાખ રૂપિયાની કમાણી કરી છે, જે હાલમાં રિલીઝ થયેલી ઘણી બોલિવૂડ ફિલ્મો કરતા સારી છે. પહેલા દિવસના એડવાન્સ બુકિંગના આંકડાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રિલીઝના પહેલા જ દિવસે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરવા જઈ રહી છે.

‘ભૂલ ભુલૈયા 2’ને છોડી શકે છે પાછળ

હાલમાં જ રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એડવાન્સ બુકિંગથી સારી કમાણીના મામલે આ વર્ષની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ સાબિત થઈ છે. કાર્તિકની આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી લગભગ 6.60 કરોડની કમાણી કરી હતી. જોકે હવે લાગી રહ્યું છે કે રણબીરની ‘શમશેરા’ જલ્દી જ આ રેકોર્ડ તોડશે, અને ‘ભૂલ ભુલૈયા 2’ને પાછળ છોડી દેશે.

શમશેરા ફિલ્મમાં સંજય અને રણબીર કપૂર

24 જૂને શમશેરાનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોયા બાદ ફિલ્મ પ્રત્યે લોકોનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. જો કે હવે આ ફિલ્મ 22 જુલાઇએ રિલીઝ થવાની તૈયારીમાં છે. રણબીર કપૂર ઉપરાંત ફિલ્મ એક્ટ્રેસેસ વાણી કપૂર અને એક્ટર સંજય દત્ત પણ છે.

Back to top button