આલિયા સાથેના લગ્ન પર રણબીરે કહ્યું, ‘સંબંધો મુશ્કેલ હોય છે’
- રણબીરે કહ્યું કે અમે છ વર્ષથી સાથે છીએ. મને લાગે છે કે લગ્નનું પહેલું વર્ષ તો એકબીજાની પર્સનાલિટીને સમજવામાં જ ચાલ્યું જાય છે. રિલેશનશિપ મુશ્કેલ હોય છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંનેના લગ્નને એક વર્ષ થઈ ચૂક્યું છે. આમ તો બંને એકબીજાના વખાણ કરતા જ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં રણબીરે કહ્યું કે લગ્નજીવ ખૂબ મુશ્કેલ હોય છે. તેણે એ પણ જણાવ્યું કે આલિયા ભટ્ટ તેના કરતા ઓપોઝિટ છે. રણબીરે ફેન્સને સફળ લગ્નજીવનનો મંત્ર પણ આપ્યો છે.
સંબંધો મુશ્કેલ હોય છે
રણબીરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે બે લોકપ્રિય સ્ટાર્સનું લગ્નસંબંધમાં જોડાવાનો અનુભવ કેવો હોય છે? તેના જવાબમાં રણબીરે કહ્યું કે અમે છ વર્ષથી સાથે છીએ. મને લાગે છે કે લગ્નનું પહેલું વર્ષ તો એકબીજાની પર્સનાલિટીને સમજવામાં જ ચાલ્યુ જાય છે. રિલેશનશિપ મુશ્કેલ હોય છે. વ્યક્તિઓ અઘરી અને જાનવર સમાન છે, તેને સમજવી પણ મુશ્કેલ છે. એક સફળ લગ્નજીવન માટે તમારે સતત સંબંધો પર કામ કરતા રહેવું પડશે. લગ્નમાં તમારે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ.
રણબીર ઉઠાવે છે આલિયાનો ટોવેલ
રણબીર આગળ કહે છે કે હું અને આલિયા એકદમ ઓપોઝીટ છીએ. તે શાવર લઈને આવે છે અને ટોવેલ ફ્લોર પર જ રાખી દે છે. હું હંમેશા તેનો ટોવેલ ઉઠાવું છું અને બાસ્કેટમાં નાંખી દઉં છુ. મને લાગે છે કે લગ્નો આમ જ ચાલે છે.
રણબીર અને આલિયાના લગ્ન 2022માં થયા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ હતા. ત્યારબાદ 2022માં આલિયાએ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચોઃ એનિમલ તોડી શકે ગદર-2 અને ટાઈગર-3નો રેકોર્ડઃ ચાહકો આતુર