અનાઉન્સ થઈ રણબીર કપૂરની ‘રામાયણ’ની રિલીઝ ડેટ, બે પાર્ટમાં આવશે નિતેશ તિવારીની આ ફિલ્મ


મુંબઈ, 6 નવેમ્બર : રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. દિગ્દર્શક નિતેશ તિવારીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરતા માહિતી આપી છે કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. તેમણે કહ્યું કે ફિલ્મનો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં આવશે. બીજો ભાગ 2027ની દિવાળી પર આવશે.
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું
ફિલ્મમાં ભગવાન રામની માતા કૌશલ્યાનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભારત કૃષ્ણને જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. એટલું જ નહીં, Join Films નામની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે એ પણ જણાવ્યું કે આ ફિલ્મમાં રણબીર કપૂર, ભગવાન રામ છે; સાઈ પલ્લવી, માતા સીતા; યશ, રાવણ; અરુણ ગોવિલ રાજા દશરથ અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે.
આ પણ વાંચો : વડોદરા: ઓનલાઇન ચંપલ મંગાવવા મહિલાને પડ્યા ભારે, રૂ.1.98 લાખ ગુમાવ્યા