રણબીર કપૂરે કેક ઉપર શરાબ નાખ્યો અને બોલ્યો ‘જય માતાજી’, લોકોને આઘાત લાગ્યો
મુંબઈ, 28 ડિસેમ્બર : ફિલ્મી એક્ટર રણબીર કપૂરને નાતાલની પાર્ટીની ઉજવણીમાં અટકચાળો કરવાનું ભારે પડ્યું છે. તેણે પાર્ટી માટેની કેક કટિંગ દરમિયાન હિન્દુ દેવીના નામનું ઉચ્ચારણ કરતાં રણબીર મુશ્કેલીમાં મૂકાયો છે. હિંદુ ધર્મમાં અન્ય દેવી-દેવતાઓનું આહ્વાન કરતા પહેલા અગ્નિ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે, પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોએ અન્ય ધર્મના તહેવારની ઉજવણી કરતી વખતે જાણી જોઈને નશીલા પદાર્થનો ઉપયોગ કર્યો હતો અને ‘જય માતા દી’ કહ્યું હતું આ મામલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
ક્રિસમસની ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ બુધવારે પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. સંજય તિવારીએ તેમના વકીલો આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવેલ ફરિયાદમાં દાવો કર્યો હતો કે વીડિયોમાં અભિનેતા ‘જય માતા દી’ કહેતો કેક પર શરાબ રેડતો અને તેને આગ લગાવતો જોવા મળ્યો હતો.
Ranbir Kapoor And Alia Bhatt 😂
How scared she looks LOL 💝https://t.co/ML1blI56MG pic.twitter.com/HF0rQ7Jeye
— Fatima Khan (@afficasm) December 26, 2023
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મમાં અન્ય દેવી-દેવતાઓનું આહ્વાન કરતા પહેલા અગ્નિ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે, પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોએ અન્ય ધર્મના તહેવારની ઉજવણી કરતી વખતે જાણી જોઈને નશીલા પદાર્થનો ઉપયોગ કર્યો હતો અને ‘જય માતા દી’ બોલ્યો. આનાથી ફરિયાદીની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો : વિદાય 2023: ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મે દેશને સૌથી વધુ આંદોલિત કર્યો, બૉક્સ ઑફિસ પર ‘સાલાર’ ટોચે