રણબીર કપૂર ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, બીમારીના લીધે ઝડપથી ખોરાક ખાઈ છે અને..
મુંબઈ, 16 ડિસેમ્બર, બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને નેઝલ ડેવિએટેડ સેપ્ટમ નામની બીમારી છે. આ બીમારી નાકની અંદરના પટલને લગતી સમસ્યા છે. જ્યારે આ પટલ કોઈ કારણસર એક બાજુ ધકેલાઈ જાય છે ત્યારે તેને ડેવિએટેડ સેપ્ટમ કહે છે. આ સ્થિતિમાં નાકનો માર્ગ સાંકડો/બંધ થઇ જાય છે, પરિણામે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેનો ઈલાજ સામાન્ય રીતે સર્જરી દ્વારા શક્ય છે, જેને ‘સેપ્ટોપ્લાસ્ટી’ કહે છે. આ બીમારીથી શ્વાસ લેવામાં તકલીફ, નસકોરા અને સાઇનસની સમસ્યા થાય છે.
બોલિવૂડ ચોકલેટી બોય તરીકે જાણીતા રણબીર કપૂર કરોડો દિલો પર રાજ કરે છે, એક્ટિંગના દમ પર પોતાનું ફેન ફૉલોઇંગ તગડું બનાવનાર કપૂર ખાનદાનના વારસદારને લોકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે,આલિયાના પતિ રણબીરને એક બીમારી છે. આ રોગ ખૂબ જ દુર્લભ છે. આ જ કારણ છે કે, રણબીર ઝડપથી ખોરાક ખાઈ લે છે અને મોટેથી વાત કરે છે. ઘણી વખત તમે ફિલ્મોમાં જોયું હશે કે, રણબીર કપૂરના ડાયલોગ્સ ખૂબ જ ઝડપી બની જાય છે. ઘણી વખત પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપતી વખતે તે જોરથી બોલવા લાગે છે.
રણબીર કપૂરના નાકના ભાગની બીમારીની સારવાર સર્જરી દ્વારા કરી શકાય છે. સેપ્ટોપ્લાસ્ટી સર્જરીની મદદથી નાકના ભાગને સુધારી શકાય છે પરંતુ રણબીર કપૂરે સારવાર કરાવવાનો ઇનકાર કરી દીધો છે. 2009માં, જ્યારે એક ફિલ્મ નિર્દેશકે તેને સર્જરી કરાવવાની સલાહ આપી, ત્યારે રણબીરે ના પાડી અને કહ્યું કે, તે તેના વાંકાચૂકા નાકથી ખૂબ જ ખુશ છે. આ બીમારીમાં ચહેરા પર સોજો, નાકમાં દુખાવો, માથાનો દુખાવો, સોજો અને આંખોની આસપાસ દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. સામાન્ય રીતે આ સમસ્યાઓ એક-બે દિવસમાં દૂર થઈ જાય છે, પરંતુ કેટલીકવાર સોજો મહિનાઓ સુધી ચાલુ રહે છે. જેને માત્ર સર્જરી દ્વારા જ ઠીક કરી શકાય છે.
આ બીમારી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આ રોગમાં નાકનું હાડકું થોડું વાંકું થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ રોગના લક્ષણો બહુ ગંભીર નથી. જો કે, કેટલાક કિસ્સાઓમાં વારે વારે સાઇનસ ચેપનું જોખમ રહેલું છે.
આ પણ વાંચો…સલમાન ખાને અપનાવ્યો હિંદુ ધર્મ, હવે બન્યો સંસાર સિંહઃ કહ્યું- સનાતન નસનસમાં છે