ટ્રેન્ડિંગમનોરંજન

યે જવાની હૈ દીવાની/ 11 વર્ષ પછી રિ-રિલીઝ થઈ ફિલ્મ, કમાણીમાં ટાઈટૈનિકને પણ પાછળ છોડી

Text To Speech

મુંબઈ, 27 જાન્યુઆરી 2025 :  રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફરીથી રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ૨૦૧૩માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૧૧ વર્ષ પછી પણ સિનેમાઘરોમાં જોવામાં અને પસંદ કરવામાં આવી રહી છે. જ્યારે આ ફિલ્મ 2013 માં રિલીઝ થઈ હતી, ત્યારે તેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 318 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

‘યે જવાની હૈ દીવાની’ ની કમાણી
‘યે જવાની હૈ દીવાની’ એવી ત્રીજી ફિલ્મ છે જેણે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થયા પછી 20 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. પહેલા નંબરે ‘તુમ્બાડ’ છે. જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ ત્યારે તેણે 38 કરોડ રૂપિયાની કમાણી કરી. બીજા નંબરે ‘ગીલ્લી’ છે. થલાપતિ વિજયની એક્શન ફિલ્મે ફરીથી રિલીઝ થયા પછી 26.5 કરોડ રૂપિયાની કમાણી કરી. ત્રીજા નંબર પર ‘યે જવાની હૈ દીવાની’ છે. આ ફિલ્મે ૧૧ વર્ષ પછી બોક્સ ઓફિસ પરથી ૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફરીથી રિલીઝ થયા પછી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો
1.તુમ્બાડ – ૩૮ કરોડ રૂપિયા

2. ગિલ્લી – 26.5 કરોડ રૂપિયા

3.. યે જવાની હૈ દીવાની – ૨૫ કરોડ રૂપિયા

4. ટાઇટેનિક – ૧૮ કરોડ રૂપિયા

5. શોલે ૩ડી – ૧૩ કરોડ રૂપિયા

5. લૈલા મજનૂ – ૧૧.૫ કરોડ રૂપિયા

7. રોકસ્ટાર – ૧૧.૫ કરોડ રૂપિયા

8. અવતાર – ૧૦ કરોડ રૂપિયા

આ પણ વાંચો : ખાલી 100 જગ્યા માટે 3000 એન્જીનિયર્સે ઈન્ટરવ્યૂ માટે લાઈન લગાવી, આઈટી સેક્ટરમાં નોકરી માટે પડાપડી

Back to top button