Brahmastra પાર્ટ 2 અને 3માં રણબીર કપૂર જોવા મળશે, અભિનેતાએ શૂટિંગની માહિતી કરી જાહેર


બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવા’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને બ્લોક બસ્ટર હતી. ત્યારે, હવે તેના ફેન્સ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ-ટુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોળીના અવસર પર ફેન્સ માટે સારા સમાચાર છે. રણબીર કપૂરે ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 2 અને 3’ની પુષ્ટિ કરી છે.

રણબીર બ્રેક પછી ‘બ્રહ્માસ્ત્ર 2’નું શૂટિંગ શરૂ કરશે
હાલમાં રણબીર કપૂર ‘એનિમલ’ના શૂટિંગ પછી બ્રેક લેવાનું વિચારી રહ્યો છે. પુત્રી રાહા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યા બાદ જ અભિનેતા ‘બ્રહ્માસ્ત્ર’ 2 અને 3નું શૂટિંગ શરૂ કરશે. ‘બ્રહ્માસ્ત્ર 2 અને 3’ બની રહી છે અને અયાન મુખર્જી સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે તે 2023ના અંત સુધીમાં અથવા 2024ની શરૂઆતમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ છે. આગામી હપ્તામાં, અયાન ફિલ્મમાં દેવના રહસ્યમય પાત્રની વાર્તા કહેવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ 10 વર્ષ પહેલા થયો હતો ‘બ્રહ્માસ્ત્ર’નો જન્મ
રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા ‘એનિમલ’ને શૂટિંગ પૂરુ કરશે
‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ પહેલા રણબીર કપૂર સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’નું શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મમાં અભિનેતા એકદમ અલગ અવતારમાં જોવા મળશે. રશ્મિકા મંદાના આ ફિલ્મમાં તેની ઓપોઝિટ લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવશે. ‘એનિમલ’માં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. હાલમાં, રણબીર તેની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેણે પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરી છે.