કરીના અને રણબીર કપૂરે કરણ જોહર પર લગાવ્યો આરોપ, કહ્યું- ‘તેના કારણે અમારી ઈમેજ ખરાબ’


અભિનેત્રી કરીના કપૂર ખાન તેના ટોક શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન સાથે કમબેક કરી રહી છે. આ વખતે પણ ટોક શોમાં ઘણા જાણીતા ચહેરાઓ જોવા મળવાના છે અને તેમાંથી સૌથી ખાસ છે તેનો કઝીન રણબીર કપૂર. હાલમાં જ આ શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં શોમાં ભાગ લેનાર તમામ સેલેબ્સની કેટલીક ઝલક જોવા મળી રહી છે.
View this post on Instagram
આ વખતે રણબીર કપૂર સિવાય, કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી શેફાલી શાહ અને ડિજિટલ ક્રિએટર નિહારિકા એનએમ સહિત અન્ય ઘણા લોકો આ શોમાં ભાગ લેવાના છે. આ દરમિયાન રણબીર અને કરીના ચર્ચા કરતા જોવા મળે છે કે તેમની ખરાબ ઈમેજનું કારણ કરણ જોહર છે. તેમની વાત પરથી લાગે છે કે કદાચ આ બંને ફિલ્મમેકરના શો ‘કોફી વિથ કરણ’ વિશે વાત કરી રહ્યાં છે. જ્યારે રણબીર કરણના શોની છેલ્લી સિઝનમાં જોવા મળ્યો ન હતો, ત્યારે કરીના આ જ શોમાં વધુ બોલ્ડ દેખાતી હતી.

રણબીર વીડિયોમાં કરીનાને એમ કહીને ચીડવે છે કે “અમે ફક્ત સોફા પર જ મળીએ છીએ” કારણ કે તેણે તેની સાથે કોઈ ફિલ્મ કરી નથી. રણબીરે દીકરી રાહા વિશે પણ જણાવ્યું. રણબીર કહે છે કે જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે તેને ‘કોઈ સ્વાભિમાન’ નડતું નથી.
આ દરમિયાન કરીનાએ કપિલ શર્માને પૂછ્યું કે શું તે રોમેન્ટિક છે, જેના જવાબમાં તેણે કહ્યું કે “મારે બે બાળકો છે અને મેં તે ડાઉનલોડ કર્યા નથી.” તેણે તેની ટ્વિટર કમેન્ટ્સ માટે વિવાદ સાથે તેના રન-ઇનની પણ વાત કરી. કપિલે કહ્યું કે “ટ્વિટર વાલી ચિડિયા ને મેરે તોતે ઉડા દીયે.”