અમદાવાદગુજરાતનેશનલસ્પોર્ટસ

IPLની ક્લોઝિંગ સેરેમનીમાં રણબીર અને એ.આર.રહેમાને મચાવી ધૂમ

Text To Speech

IPL 2022 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યાથી રમાશે. એક તરફ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત પ્રથમ વખત ટાઈટલ જીતવા માટે તલપાપડ છે, ત્યારે રાજસ્થાન સંજુ સેમસનની કપ્તાનીમાં બીજી વખત ચેમ્પિયન બનવા માટે આતુર છે. બધાની નજર IPL 2022ની ફાઈનલ મેચ પર છે. જ્યારે આ વખતે તમામની નજર હાર્દિક પંડ્યા કે સંજુ સેમસનમાંથી કોણ ટ્રોફી જીતશે તેના પર છે. આ ફાઈનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એઆર રહેમાન અને રણબીર સિંહ જેવા સ્ટાર્સે પોતાના પ્રદર્શન દ્વારા ફાઈનલ મેચને ખાસ બનાવી હતી. આ સાથે ભારતીય ક્રિકેટે પણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેની ઉજવણી IPL ક્લોઝિંગ સેરેમની દરમિયાન કરવામાં આવી હતી. જ્યારે સમાપન સમારોહ દરમિયાન વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

IPL 2022 ક્લોઝિંગ સેરેમની
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બંને ટીમના ચાહકોથી સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે. મેદાન પર રણબીર સિંહે બંને ટીમના ચાહકોને ચીયર કરી ઉત્સાહિત કર્યા હતા. IPL 2022 ના સમાપન સમારોહમાં પ્રખ્યાત ભારતીય સંગીતકાર એ.આર.રહેમાન અને અભિનેતા રણબીર સિંહે પરફોર્મ કર્યું હતું. તેમની સાથે ગાયક નીતિ મોહન, બેની દયાલ, મોહિત ચૌહાણ પણ હાજર રહ્યાં હતા. તો રવિ શાસ્ત્રીએ ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો હતો અને આ દરમિયાન વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સમાપન સમારોહ દરમિયાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હાજર રહ્યા હતા. તે જ સમયે કાર્યક્રમ દરમિયાન IPL ચેરમેન બ્રિજેશ શાહ પણ હાજર રહ્યા હતા. ભારતીય અભિનેતા રણબીર સિંહે મેદાન પર એન્ટ્રી કરીને ઈન્ડિયા જીતેગા પર કાર્યક્રમ શરૂ કર્યો, ત્યારબાદ તેણે મેં તો લુટ ગયા, રામ જી કી ચાલ દેખો, તુને મારી એન્ટ્રી યાર જેવા હિટ ગીતો પર ડાન્સ કર્યો હતો. આ ફાઈનલ મેચ જોવા માટે ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમાર પણ મેદાનમાં હાજર રહ્યો હતો. રણબીર સિંહે સ્ટેડિયમમાં પોતાના દમદાર પ્રદર્શનથી દર્શકોનું મનોરંજન કર્યું અને સ્ટેડિયમમાં હાજર દર્શકો તેની સાથે સ્ટેપ બાય સ્ટેપ એન્જોય કરતા જોવા મળ્યા હતા. એ.આર.રહેમાને મા તુઝે સલામ ગીતથી પોતાના પરફોર્મન્સની શરૂઆત કરી હતી. ત્યારે મોહિત ચૌહાણ, નીતિ મોહન, બેની દયાલ પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા. તેણે દૂ-દુબા, મુકબલા, ચલે-ચલો, સદ્દા હક, રંગ દે બસંતી, જય હો સહિત અન્ય ઘણા હિટ ગીતો ગાઈને લોકોને આનંદિત કર્યા હતા. એઆર રહેમાનના પરફોર્મન્સ દરમિયાન રણબીર પોતાને રોકી શક્યો નહીં અને સ્ટેજ પર તેની સાથે ડાન્સ કરવા લાગ્યો હતો. ભારતીય ક્રિકેટે 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેની ઉજવણી પણ IPL ક્લોઝિંગ સેરેમની દરમિયાન કરવામાં આવી હતી. જ્યારે સમાપન સમારોહ દરમિયાન વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન ટોસ જીત્યું
IPL 2022 ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટંસ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેંટીગ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાત ટાઇટન્સના 11 ખેલાડી:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.

રાજસ્થાન રોયલ્સના 11 ખેલાડી:
સંજુ સેમસન (C/W), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસીધ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેન મેક્કોય.

 

 

Back to top button