મનોરંજન

રણબીર આલિયાના ઘરે દીકરીનો જન્મ, આ ખુશીના પ્રસંગે અક્ષય કુમારથી લઈને કપિલ શર્માએ પાઠવ્યા અભિનંદન

આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. જેના પગલે કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ છે. આલિયા ભટ્ટે એક પોસ્ટ લખીને આ અંગે માહિતી આપી છે. આલિયા રવિવારે સવારે જ હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલમાં તેમની સાથે રણબીર કપૂર, નીતુ કપૂર અને સોની રાઝદાન પણ હતા. આ ખુશીને લઈને બોલિવુડ સ્ટાર્સથી લઈને દરેક વ્યક્તિ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આલિયા અને રણબીર કપૂરને દીકરીના જન્મ પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, કપિલ શર્મા સહિતની હસ્તીઓએ આલિયા અને રણબીરને શુભેચ્છા પાઠવી હતી.

Ranbir Alia's daughter born at home
Ranbir Alia’s daughter born at home

આલિયા અને રણબીરના ઘરે દીકરીનો જન્મ થયો છે. આ પછી આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સિંહ-સિંહણ અને બચ્ચા જોવા મળી રહ્યા છે. જેના પર લખ્યું છે કે, ‘અમારા જીવનના શ્રેષ્ઠ સમાચાર. અમારા ઘરે દીકરી આવી છે. તે જાદુઈ ઢીંગલી જેવી લાગે છે. આ પોસ્ટ શેર કરતા આલિયાએ બ્લેક હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે.

Ranbir Alia's daughter born at home
Ranbir Alia’s daughter born at home

સેલિબ્રિટીઓએ આલિયાની પોસ્ટ પર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો હતો. અક્ષય કુમારે લખ્યું, આલિયા અને રણબીરને અભિનંદન, દીકરીના જન્મથી વધુ ખુશી કોઈ હોઈ શકે નહીં. તમને ખૂબ ખૂબ અભિનંદન. દીપિકા પાદુકોણે લખ્યું, અભિનંદન. જ્યારે કપિલ શર્માએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ‘અભિનંદન મમ્મી પપ્પા, આ ભગવાનની શ્રેષ્ઠ ભેટ છે. નાની રાજકુમારી તને ઘણો પ્રેમ. ભગવાન તમારા પરિવારને આશીર્વાદ આપે. તો અનુષ્કા શર્માએ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરતા લખ્યું, માતા-પિતાને ખૂબ ખૂબ અભિનંદન અને બાળકીને આશીર્વાદ-પ્રેમ. આ સિવાય સોનમ કપૂર, દિયા મિર્ઝા, ઈશાન ખટ્ટર, ઝોયા અખ્તર, જાહ્નવી કપૂર, કિયારા અડવાણી, નેહા ધૂપિયા, રિયા કપૂર, સોફી ચૌધરી, મૌની રોય, કૃતિ સેનન અને હુમા કુરેશી સહિત અન્ય લોકોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

Ranbir Alia's daughter born at home
Ranbir Alia’s daughter born at home

તમને જણાવી દઈએ કે રવિવારે સવારે આલિયા અને રણબીર કપૂર મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ લગભગ 11.30 વાગ્યે આલિયાના માતા બનવાના સમાચાર મીડિયામાં સામે આવ્યા હતા. આ સમાચારથી કપૂર અને ભટ્ટ પરિવારમાં ઉત્સવનો અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ત્યાં દિકરીનો જન્મ

Back to top button