ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર-આલિયાએ ફેન્સને આપી સરપ્રાઈઝ! રાહાનો ચહેરો પહેલીવાર બતાવ્યો

Text To Speech
  • રાહા ખૂબ જ ક્યુટ છે. બંનેના ફેન્સ માટે આ કોઈ ગિફ્ટથી ઓછું નથી. રાહાની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. રાહાના જન્મ બાદથી જ ફેન્સ તેને જોવા માટે એક્સાઈટેડ હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે વર્ષાંતે ફેન્સને સ્પેશિયલ સરપ્રાઈઝ આપી છે. તેમણે તેમની લાડલી દિકરી રાહાનો ચહેરો પહેલીવાર પબ્લિકને બતાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ અને વીડિયો પણ સામે આવ્યા છે. રાહા ખૂબ જ ક્યુટ છે. બંનેના ફેન્સ માટે આ કોઈ ગિફ્ટથી ઓછુ નથી. રાહાની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. રાહાના જન્મ બાદથી જ ફેન્સ તેને જોવા માટે એક્સાઈટેડ હતા.

રણબીર-આલિયાની ફેન્સને ક્રિસમસ ગિફ્ટઃ રાહાનો ચહેરો પહેલીવાર બતાવ્યો! hum dekhenge news

રણબીક કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસના દિવસે એક પાર્ટી રાખી છે. તેને કપલ હોસ્ટ કરી રહ્યા છે. તેમાં સામેલ થવા દરમિયાન રાહાનો ચહેરો બતાવ્યો હતો. આ દરમિયાન રણબીર અને આલિયા એક સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ રાહા સાથે કેમેરા સામે પોઝ આપ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને ફોટોઝમાં દેખાય છે કે આલિયા પ્રિન્ટેડ ફ્લોરલ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે સેન્ટાની કેપ વાળી હેર બેન્ડ લગાવી હતી. તે હંમેશની જેમ સુંદર લાગતી હતી.

લોકો ક્યૂટ રાહા પરથી નજર હટાવી શકતા ન હતા. વીડિયો પર કોમેન્ટ્સનો વરસાદ છે. રાહાની પહેલી ઝલક સામે આવતા જ ફેન્સમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોએ કહ્યું કે રાહા કપૂર પરિવાર પર પડી છે. મોટાભાગના લોકોએ રાહા ઋષિ કપૂર જેવી દેખાતી હોવાનું પણ જણાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

રણબીર-આલિયાએ જીત્યું ચાહકોનું દિલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી રાહાની આ ક્યૂટ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા છે. રણબીર અને આલિયાએ આ રીતે રાહાનો ચહેરો બતાવીને ફેન્સના દિલ જીતી લીધા છે. તાજેતરમાં જ રણબીર અને આલિયાએ રાહાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દંપતીએ એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા અને આલિયાએ નવેમ્બર 2022માં પુત્રી રાહાને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચોઃ 56 વર્ષીય અરબાઝ ખાને 15 વર્ષ નાની શુરા સાથે કર્યા નિકાહ, ખાન પરિવારમાં ઉજવણી

Back to top button