રાણા સાંગા વિવાદ પર કુમાર વિશ્વાસે લખી કવિતાઃ કહ્યું, આગિયાઓ સૂરજને…


HD ન્યુઝ ડેસ્ક : સપા સાંસદ રામજી લાલ સુમને તાજેતરમાં રાજ્યસભામાં રાણા સાંગા પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ પછી, તેના પર હોબાળો મચી ગયો છે. રામજી લાલ સુમને રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે બાબર રાણા સાંગાના આમંત્રણ પર જ ભારત આવ્યો હતો. હવે, કવિ કુમાર વિશ્વાસે આ સમગ્ર વિવાદ પર શબ્દોના તીર છોડ્યા છે. તેમણે શું કહ્યું છે?
કુમાર વિશ્વાસે ચલાવ્યા શાબ્દિક બાણ
જુગનૂ કી કુછ ઔલાદોને સૂરજ પર પ્રશ્ન ઉઠાયે હૈ,
શેરો કી માદો કે આગે કુછ ગ્રામસિંહ ચિલ્લાયે હૈં,
મેવાડ-વંશ કૂલ કીર્તિકોષ જિનકે હોને સે દીપિત હૈ
ઉન રાણા સાંગા કે ઘાવો પર કુછ ભુનગે મંડરાયે હૈ
ઉનસે કહ દો અબ દેશ શૌર્ય કી મુઠ્ઠી ખૂબ તાનતા હૈ
ઉનસે કહ દો યહ દેશ મહારાણા કી જ્યોતિ જાણતા હૈ,
ઈતિહાસ તુમ્હારી સરકારોકા બંધક નહિ રહેગા અબ
ઉનસે કહ દો યહ દેશ લુટેરો કો અબ નહીં માનતા હૈ
ઉનસે કહ દો યહ દેશ ઋણી હૈ એસે પુણ્ય પ્રવાહો કા
યહ દેશ ઋણી હૈ વીર શિવા કે પરમ પ્રતાપી છાવો કા
ઉનસે કહ દો વે રાજનીતિ કા ગુણા ભાગ ઘરમેં રક્ખે
યહ દેશ ઋણી હૈ મહારાણા સાંગા કે અસ્સી ઘાવો કા
“महाराणा सांगा”
जुगनू की कुछ औलादों ने सूरज पर प्रश्न उठाए हैं,
शेरों की मादों के आगे कुछ ग्रामसिंह चिल्लाए हैं,
मेवाड-वंश कुल-कीर्तिकोष जिनके होने से दीपित है,
उन राणा सांगा के घावों पर कुछ भुनगे मँडराए हैं ।
उनसे कह दो अब देश शौर्य की मुठ्ठी खूब तानता है ,
उनसे कह दो यह देश… pic.twitter.com/AXBYgME6Ft— Dr Kumar Vishvas (@DrKumarVishwas) March 24, 2025
રાણા સાંગા ‘દેશદ્રોહી’ હતા – રામજીલાલ સુમન
સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને કહ્યું હતું કે રાણા સાંગા એક ‘દેશદ્રોહી’ હતા જેણે ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બાબરને ભારતમાં આમંત્રણ આપ્યું હતું. આપણે બાબરની ટીકા કરીએ છીએ પણ રાણા સાંગાની ટીકા કેમ નથી કરતા? સપા સાંસદના આ નિવેદન બાદ રાજકારણ વધુ તેજ બન્યું. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ માફીની માંગ કરી, ત્યારે સપાના વડાએ રામજી લાલનો બચાવ કર્યો.
આ પણ વાંચો : સિંગર માસૂમ શર્માએ ગાયું ‘2 ખટોલે’ ગીત, પોલીસે છીનવ્યું માઈક; જાણો સમગ્ર મામલો