રાણા દગ્ગુબાટીનો 38મો બર્થડેઃ પત્નીએ લખ્યો આ ખાસ મેસેજ
બાહુબલી ફેમ રાણા દગ્ગુબાટી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે તેની પત્ની મિહિકાએ તેને ખાસ અંદાજમાં વિશ કર્યુ છે. આ ખાસ દિવસને સેલિબ્રેટ કરતા મહિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બર્થડે સ્ટાર માટે એક જુની પોસ્ટ શેર કરી છે. તેમાં રાણા દગ્ગુબાટીના બાળપણથી લઇને વર્તમાન સુધીની તસ્વીરો શેર કરી છે.
રાણા દગ્ગુબાતીની પત્ની મિહિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર રાણા દગ્ગુબાટીના બાળપણની સાત અલગ-અલગ તસવીરો શેર કરી છે. તે જ પોસ્ટમાં તેણે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે, સૌથી સુંદર બાળકને જન્મદિવસની શુભેચ્છાઓ, સૌથી સારો દેખાતો વ્યક્તિ! જુઓ તે કેટલો સુંદર છે! મારા જીવનમાં તમે લાવેલી બધી જ ખુશીઓ બદલ આભાર! હું પતિની શોધમાં હતી, પરંતુ તેના બદલે મને એક શ્રેષ્ઠ મિત્ર મળ્યો. તમારામાં દરેક ખુબીઓ છે. કંઇજ પરફેક્ટ હોતું નથી. આઇ લવ યૂ બેબી…તમારા માટે મારા પ્રેમની કોઈ સીમા નથી..તો હવે તમારુ જીવન મારા જેવી પાગલ સાથે ફસાઇ ગયુ છે. છે. આવતું વર્ષ અદ્ભુત રહે અને તમારા બધા સપના સાકાર થાય.
લોકડાઉન દરમિયાન કર્યા હતા લગ્ન
રાણા દગ્ગુબાટી અને મિહિકાએ 8 ઓગસ્ટ, 2020ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કોવિડના કારણે નજીકના સગાસંબંધી અને પરિવારના લોકો ઉપરાંત કેટલાક નજીકના મિત્રોએ ભાગ લીધો હતો. મિહિકા અને રાણા દગ્ગુબાટી બાળપણથી એકબીજાને ઓળખતા હતા.
વર્ષ 2010માં તેલુગુ ફિલ્મ ‘લીડર’ થી કર્યું હતું ડેબ્યૂ
રાણા દગ્ગુબાતીએ વર્ષ 2010માં પોલિટિકલ થ્રિલર તેલુગુ ફિલ્મ ‘લીડર’થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને ‘બાહુબલી’ થી ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઓળખ મળી હતી. આ ફિલ્માં તેને ‘ભલ્લાલદેવ’નું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ વખણાયું હતું. તેલુગુ સિવાય અભિનેતાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ‘ધ ગાઝી એટેક’, ‘દમ મારો દમ’ અને ‘બેબી’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો છે. રાણાના પિતા ડી સુરેશ બાબુ તેલુગુ સિનેમાના દિગ્દર્શક છે.