ગુજરાત

રાજકોટમાં ખાદ્યચીજોમાં બેફામ ભેળસેળ, જનઆરોગ્ય સાથે ચેડા

Text To Speech
  • ભરત ફરસાણમાં દરોડો પાડી 9 ટન જેટલા ભેળસેળીયા ફરસાણનો નાશ
  • હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સમાં દરોડો
  • ચકરી, મરચા પાવડરના નમૂના લેવાયા છે તથા નોટિસ પાઠવાઈ

રાજકોટમાં ખાદ્યચીજોમાં બેફામ ભેળસેળ થઇ રહી છે. જેમાં જનઆરોગ્ય સાથે ચેડા થયા છે. તહેવાર ટાણે આરોગ્ય વિભાગે વાવડીમાં દરોડો પાડી 1390 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો છે. મનપાની ફૂડ શાખા દ્વારા ચકરી, મરચા પાવડરના નમૂના લેવાયા છે તથા નોટિસ પાઠવાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળી તહેવાર નિમિત્તે સીંગ અને કપાસિયા તેલ મામલે આવ્યા મોટા સમાચાર 

ભરત ફરસાણમાં દરોડો પાડી 9 ટન જેટલા ભેળસેળીયા ફરસાણનો નાશ

શહેરના ભરત ફરસાણમાં દરોડો પાડી 9 ટન જેટલા ભેળસેળીયા ફરસાણનો નાશ કર્યો છે. તાજેતરમાં મનપાના આરોગ્ય વિભાગે મનહરપુરમાં ફરસાણનું ઉતપાદન કરતા ભરત ફરસાણમાં દરોડો પાડી 9 ટન જેટલા ભેળસેળીયા ફરસાણનો નાશ કર્યો હતો દરમીયાન વાવડીમાં વધુ બે યુનીટમાં દરોડો પાડી તહેવાર ટાણે લોકોના પેટ બગાડે તેવા 1390 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્વચ્છતા હી સેવાની ઝુંબેશમાં હોટલો બાદ હવે હોસ્પિટલનો વારો 

હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સમાં દરોડો

સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારોને ધ્યાને લઈ જાહેર જનતાને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમે વાવડીમાં આવેલ જલીયાણ ઇન્ડ. એરીયામાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સમાં દરોડો પાડયો હતો. ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતુ હોય તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ખાધ્ય પદાર્થ ઉત્પાદન થતું જોવા મળેલ, એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂના નેટવર્ક માટેના ડમી સિમકાર્ડના વેચાણનો પર્દાફાશ

તેમજ પેક્ડ ખાધ્ય પદાર્થો જેવા કે કુરકુરે જેવા ફરસાણના પેકીંગ – 285 કિ.ગ્રા., ચકરી -300 કિ.ગ્રા., કોર્નબાઇટ -80 કિ.ગ્રા., અન્ય પડતર ફરસાણ- 50 કિ.ગ્રા મળીને કુલ અંદાજીત 715 કિ.ગ્રા. જથ્થો પડતર તેમજ વાસી મળી આવેલ હોય સ્થળ પરથી ચકરી, મરચાં પાઉડરના નમૂના લેવામાં આવેલ છે.

Back to top button