રામનવમી આજે રાતથી શરૂઃ વર્ષો બાદ બન્યો શુભ સંયોગ
રામનવમી આ વખતે 30 માર્ચ, ગુરૂવારના રોજ મનાવાશે. આ દિવસે ભગવાન રામનો જન્મ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવાય છે. રામનવમી અને ચૈત્ર મહિનાની નવરાત્રિ એક જ દિવસે આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાની સુદ નોમના દિવસે થયો હતો. આ દિવસને દર વર્ષે ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ મધ્યાહન કાળ દરમિયાન થયો હતો
આ દિવસે ભગવાન રામના બાલ સ્વરૂપને ભવ્ય શણગાર કરવામાં આવે છે. આ વખતે રામ નવમી ખાસ માનવામાં આવી રહી છે. વાલ્મિકી રામાયણ મુજબ ભગવાન રામ બપોરે 12 વાગ્યે જન્મ્યા હતા. આ વર્ષે રામ નવમીના દિવસે કેદાર યોગ, બુદ્ધાદિત્ય યોગ, ગુરૂ આદિત્ય અને ગુરૂ પુષ્ય નક્ષત્ર જેવા દુર્લભ યોગ બની રહ્યા છે. જાણો શ્રીરામની પૂજાનું શુભ મુહુર્ત અને પૂજન વિધિ અંગે.
રામનવમી મુહુર્ત
ચૈત્ર સુદ નોમઃ 29 માર્ચ, બુધવાર, રાતે 9.07 વાગ્યાથી શરૂ
30 માર્ચ ગુરૂવારે રાતે 11.30 વાગ્યા સુધી
શ્રીરામની પૂજાનો સમય
સવારે 11.17થી બપોરે 1.46 સુધી
(કુલ 2.28 કલાક)
રામનવમી પર ગ્રહોનો ખાસ યોગ
રામ નવમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે સાથે ગુરૂ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ 30 માર્ચના રોજ સવારે 6.06થી શરૂ થશે. તે રાતે 10.59 સુધી ચાલશે. ત્યારબાદ અમૃતસિદ્ધિ યોગ, ગુરૂ પુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગ રાતે 10.59 મિનિટથી શરૂ થશે જે 31 માર્ચ સવારે 6.04 વાગ્યા સુધી ચાલશે.
આ રાશિઓને થશે લાભ
સિંહ રાશિના લોકો માચે રામનવમી શુભ રહેશે. તેમના માટે આવકના નવા સ્ત્રોત ઉભા થશે. બિઝનેસ અને નોકરીમાં પણ લાભ થશે. વૃષભ રાશિના જાતકો માટે પણ આ દિવસ શુભ રહેશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. તુલા રાશિના જાતકોને પણ રામનવમી પર શુભ સમાચાર મળશે. પરિવાર સાથે સારો સમય વીતાવશે. આવકના વિકલ્પો ખુલશે.