ટ્રેન્ડિંગધર્મનેશનલ

રામ નવમીએ 19 કલાક દર્શન આપશે રામલલ્લા, ટ્રસ્ટે સૂર્ય તિલક અને દર્શનના ટાઈમિંગ જણાવ્યા

Text To Speech
  • આ વર્ષે રામ નવમીએ ભક્તો સવારે 3.30 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી રામ લલ્લાના દર્શન કરી શકશે. રામનવમીના દિવસે વીઆઈપી અને સ્પેશિયલ પાસ પર 15 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં ખૂબ જ ધૂમધામથી રામનવમીના ઉત્સવની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આ અવસરે રામ મંદિરને ભવ્ય શ્રૃંગાર કરવામાં આવશે. રામનવમીના પાવન પર્વ પર મંદિરમાં પ્રભુ શ્રીરામના દર્શનને લઈને શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટે ટાઈમિંગ સહિતની વિગતો જારી કરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ વર્ષે રામ નવમીએ ભક્તો સવારે 3.30 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી રામ લલ્લાના દર્શન કરી શકશે. રામનવમીના દિવસે વીઆઈપી અને સ્પેશિયલ પાસ પર 15 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 20 એપ્રિલે વીઆઈપી પાસ ફરી મળવાના શરૂ થઈ જશે. ટ્રસ્ટે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ નિર્ણય લીધો છે.

દર્શનનો ટાઈમિંગઃ

રામનવમી એટલે કે 17 એપ્રિલના દિવસે 19 કલાક સુધી પ્રભુ શ્રીરામના દર્શન માટે કપાટ ખુલ્લા રહેશે. 16, 18 અને 19 એપ્રિલના રોજ સવારે 6.30 વાગ્યે દર્શન કરી શકાશે.

આરતીનો ટાઈમિંગઃ

17 એપ્રિલે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને શયન આરતીનો સમય નિશ્ચિત કરાશે. હાલમાં રાતે 11 વાગ્યે શયન આરતીનો નિર્ણય લેવાયો છે.

સૂર્યતિલકનો ટાઈમિંગઃ

આ દિવસે બપોરે 12.00 વાગ્યે સૂર્ય તિલક કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમે અયોધ્યામાં ભગવાન રામે રાજા દશરથના ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો હતો અને ત્યારે મધ્યાહન કાળ હતો. તેથી બપોરે ભગવાન રામની પૂજા અને આરાધનાનું વિશેષ મહત્ત્વ છે.

આ પણ વાંચોઃ રામ નવમીએ સૂર્યના કિરણો ભગવાનના કપાળ પર તિલક કરશે, જાણો અયોધ્યા મંદિરની આ ખાસિયત

Back to top button