ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર રોક લાગશે? હાઈકોર્ટમાં અરજી સાથે કરાયા આક્ષેપ

Text To Speech

અયોધ્યા, 17 જાન્યુઆરી 2024: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર રોક મૂકવાની માંગણી કરતી PIL હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અલાહાબાદ હાઈકોર્ટમાં પીએમ નરેન્દ્ર મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા રોકવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં શંકરાચાર્યના વાંધાઓને ટાંકીને તેને સનાતન પરંપરા વિરુદ્ધ ગણાવવામાં આવ્યું છે. આરોપ છે કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીનો ફાયદો ઉઠાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

‘પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર શંકરાચાર્યનો વાંધો’

આ અરજી ગાઝિયાબાદના ભોલા દાસ વતી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે શંકરાચાર્યને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સામે વાંધો છે.પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. આ સિવાય મંદિર હજુ અધૂરું છે. અધૂરા મંદિરમાં કોઈ દેવી-દેવતાનો અભિષેક કરી શકાતો નથી.

ram mandir

આ સિવાય આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ અને સીએમ યોગીની ભાગીદારી બંધારણની વિરુદ્ધ છે. અરજીમાં આ કાર્યક્રમને માત્ર ચૂંટણી સ્ટંટ કહેવામાં આવ્યો છે.આ પીઆઈએલ પર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

 

Back to top button