નેશનલ

રામચરિતમાનસ વિવાદ: સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR,શું મોર્ય તેમના નિવેદન પર રેહશે કાયમ કે કરશે પીછેહઠ?

Text To Speech

સ્વામી પ્રસાદ મૌર્યએ તાજેતરમાં રામચરિતમાનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કરોડો લોકો રામચરિતમાનસ વાંચતા નથી, તે બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ લખ્યું છે. આ બાબતની નોંધ લઈને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત રાખવો જોઈએ અથવા તો આ સમગ્ર પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

સ્વામી પ્રસાદના નિવેદનથી હોબાળો

સ્વામી પ્રસાદના રામચરિતમાનસ અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો. જ્યારે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના યાસૂબ અબ્બાસે તેને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી, અને ભાજપે તો એ પણ કહ્યું કે તે જાણીજોઈને રામચરિત માનસનું અપમાન કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે રામચરિતમાનસ હિન્દુઓની આસ્થાનો આધાર છે. રામચરિતમાનસ સામાન્ય ગ્રંથ નથી પણ ધાર્મિક ગ્રંથ છે. રામચરિતમાનસ પર ટિપ્પણી કરવાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે એ પણ કહ્યું હતું કે સ્વામી પ્રસાદ મૌર્ય જે કહી રહ્યા છે તેનાથી સમાજવાદી પાર્ટી નષ્ટ થાય તે નિશ્ચિત છે.

સ્વામી પ્રસાદ મોર્ય-humdekhengenews

સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ નોંધાઈ FIR

આ વિવાદમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સ્વામી પ્રસાદ મૌર્યની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે શિવેન્દ્ર મિશ્રાની ફરિયાદના આધારે લખનૌમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મૌર્ય પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદે હાલ સ્વામી પ્રસાદ મૌર્ય ચારે બાજુથી ઘેરાયેલા છે. માત્ર ભાજપ જ નહી તેમની પોતાની સમાજવાદી પાર્ટીએ પણ સ્વામી પ્રસાદ મૌર્ય પર નિશાનો સાધ્યો છે, હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મૌર્ય તેમના નિવેદન પર વળગી રહે છે કે પછી પીછેહઠ કરે છે.

આ પણ વાંચો : લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં તમામ રેકોર્ડ તૂટ્યા, આજે ભાવમાં ધરખમ વધારો

Back to top button