રામચરણ – ઉપાસનાએ ઓસ્કાર પહેલા પ્રિયંકા ચોપરાની મહેમાનગતિ માણી!


ચારેબાજુ અત્યારે ઓસ્કારની ધુમ મચેલી છે. આ વર્ષે આ એવોર્ડ ભારતીયો માટે એટલે ખાસ છે, કેમકે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ કરવામાં આવ્યુ છે. આ કારણે તમામ ભારતીયની નજર ઓસ્કાર પર ટકેલી છે.
રામચરણથી લઇને જૂનિયર એનટીઆર સુધીના તમામ લોકો અમેરિકા પહોંચી ગયા છે. પ્રિયંકા ચોપરાએ આ બધા માટે ગ્રાન્ડ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. તેમાં પ્રીતિ જિન્ટાથી લઇને જેક્લિન ફર્નાન્ડીસ પણ જોવા મળ્યા હતા. માત્ર એટલું જ નહીં પ્રિયંકા ચોપરાએ પોતાના લોસ એન્જલસના ઘરમાં રામ ચરણ અને પ્રેગનન્ટ ઉપાસનાને ઇનવાઇટ કર્યા હતા. પ્રિયંકાએ આ લોકોની પતિ નિક જોનસના પરિવાર સાથે પણ મુલાકાત કરાવી હતી. હવે આ ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે.
વાઇરલ થયેલા ફોટામાં પ્રિયંકા ચોપરાનું લોસ એન્જલસ વાળું ઘર છે. પ્રિયંકા ઉપરાંત તેની માતા મધુ ચોપરા, સાસુ ડિનિસ મિલર જોનસ અને સસરા પોલ કેવિન પણ રામ ચરણ અને ઉપાસના સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરાને 22 વર્ષમાં પહેલીવાર મળી લીડ એક્ટર જેટલી જ ફી!