‘રામાયણની સીતા’ દીપિકા ચિખલિયા 33 વર્ષ પછી નાના પડદા પર મળશે જોવા
ટીવી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાને કોણ નથી ઓળખતું. રામાનંદ સાગરના શો રામાયણમાં સીતાની ભૂમિકા ભજવ્યા બાદ તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. આ શોએ તેમને એટલી પ્રસિદ્ધિ આપી કે લોકો આજે પણ તેમને સીતાના રોલ માટે ઓળખે છે. છેલ્લી વખત દીપિકા 1990ના શો ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’માં જોવા મળી હતી. હવે 33 વર્ષ બાદ અભિનેત્રી ફરી નાના પડદા પર જોવા મળશે. દીપિકા 33 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. તે ધરતીપુત્ર નંદિની નામનો શો કરી રહી છે. શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો : ‘ખતરો કે ખિલાડી 13’ના શૂટિંગ દરમિયાન અરિજિત તનેજાને થઈ ઈજા
આ અંગેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. દીપિકાએ શોના સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. આ ફોટા સીરીયલના શુભ સમયના છે. તેણે સેટ પર બનેલા મંદિરનો ફોટો પણ શેર કર્યો છે. જણાવી દઈએ કે આ શોની નિર્માતા દીપિકા પોતે છે.દીપિકા લાંબા સમય પછી હિન્દી ટીવી શોમાં જોવા મળશે. જોકે, તે ફિલ્મો અને પ્રાદેશિક ભાષાના શોમાં કામ કરતી જોવા મળી છે. તેણે 2017માં કલર્સ ગુજરાતી પર છૂટા છેડા શો કર્યો હતો. તે આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા, ગાલિબ, નટસમ્રાટ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. દીપિકા ફ્રીડમ ફાઈટર સરોજિની નાયડુની બાયોપિકમાં પણ જોવા મળશે. તેણે સરોજિની નાયડુનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો હતો.અંગત જીવનમાં દીપિકા 23 નવેમ્બર 1991ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ હતી. તેણે હેમત ટોપીવાલા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી દંપતીને બે પુત્રીઓ છે.
આ પણ વાંચો : સેલ્ફી લેવા આવેલા ફેનને કરીના કપૂરે કરી નજર અંદાજ, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ