ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: AMCમાં ગટર સફાઈની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરને ડુપ્લીકેટ પેમેન્ટ કરવાનું કૌભાંડ

  • એક જ કામદારોને એક જ દિવસે જુદી જુદી જગ્યાએ હાજર હોવાનું દર્શાવ્યા
  • મ્યુનિ.ના જ એક વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ
  • ચાર ફાઈલમાં કુલ રુપિયા ૧.૦૨ લાખના ૪ ડુપ્લીકેટ પેમેન્ટ

અમદાવાદમાં એક દાયકામાં બે વખત ગટર સફાઈની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરને ડુપ્લીકેટ પેમેન્ટ કરવાનું કૌભાંડ મ્યુનિ.ના જ એક વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યુ હતુ.

એક જ કામદારોને એક જ દિવસે જુદી જુદી જગ્યાએ હાજર હોવાનું દર્શાવ્યા

અમુક બિલમાં એકના એક જ કામદારોને એક જ દિવસે જુદી જુદી જગ્યાએ હાજર હોવાનું દર્શાવી જુદી જુદી બંને જગ્યાના પેમેન્ટ પણ ચૂકવાઈ ગયા હતા. આઘાતજનક બાબત તો એ હતી કે કામદારોની ઈન્સ્યોરન્સ પોલીસી પણ એકની એક જ રજૂ કરાઈ હતી. કુલ ૩૧ ફાઈલમાં નાણાંકીય અનિયમિતતા હોવાનુ ઓડિટ દરમિયાન બહાર આવ્યુ હતુ. આ પૈકી હજી સુધી માત્ર ૪ ફાઈલના ડુપ્લીકેટ પેમેન્ટ માટે કોન્ટ્રાકટર પાસેથી રુપિયા ૧.૧૩ લાખની રકમ વસૂલાઈ છે. હજી ૨૮ ફાઈલ અંગે ઝોનના ઈજનેર વિભાગ તરફથી ઓડિટ વિભાગને કોઈ જવાબ આપવામાં આવતો નથી.

મ્યુનિ.ના જ એક વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ

અમદાવાદના જોધપુર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ મેઈન રોડ ઉપર આવેલી ડ્રેનેજલાઈનના મેનહોલ તથા ઓપન નીંક બકેટ રીક્ષાથી સાફ કરવાની ૮ પૈકી ૪ ફાઈલનું વર્ષ-૨૦૧૨માં મ્યુનિ.ના જ એક વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ હતુ. જે પૈકી ૪ ફાઈલોના ડુપ્લીકેટ પેમેન્ટ ચૂકવવામાં આવ્યા હોવાનું માલૂમ પડયુ હતુ. ૪ ફાઈલોની તપાસમાં કામગીરી જે જગ્યાએ તથા જે તારીખે કરવામાં આવી હોય તે જ તારીખ તથા જગ્યા બતાવી અન્ય ચાર બિલો બનાવી પાર્ટીને ડુપ્લીકેટ પેમેન્ટ કરવામાં આવ્યુ હોવાનું સ્પષ્ટ માલૂમ પડયુ હતુ.

ચાર ફાઈલમાં કુલ રુપિયા ૧.૦૨ લાખના ૪ ડુપ્લીકેટ પેમેન્ટ

ચાર ફાઈલમાં કુલ રુપિયા ૧.૦૨ લાખના ૪ ડુપ્લીકેટ પેમેન્ટ કરેલા હોવાનું જણાતા નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગને આ પ્રકારની ગંભીર અનિયમિતતાઓનો નિકાલ કરવા વિભાગ તરફથી લેખિત જાણ કરવામાં આવી હતી. ઉપરાંત ત્રણ વર્ષમાં ઝોનમાં કરવામાં આવેલા ડિસિલ્ટીંગના કામ અંગે ઝોનના ઈજનેર વિભાગના અધિકારીને કામગીરીના સ્થળ, સમય ઉપરાંત રકમ મંજૂરી મુજબ કરવામા આવી છે કે કેમ, એકની એક જ જગ્યાનું એક જ સમયના બિલોનું ચૂકવણું થયેલુ છે કે નહીં તે ચકાસીને ફરીથી પેમેન્ટ થયુ ના હોય તો તે બાબતની સ્પષ્ટતા ઓડિટ વિભાગને કરવા જાણ કરાઈ છે.

આ પણ વાંચો: કોલ્ડપ્લે કોન્સર્ટના પગલે મુંબઈ-અમદાવાદ એરફેર રૂ.22000ને પાર, ટ્રેનમાં વેઈટિંગ

Back to top button