ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં જમીન રિસર્વેની રામાયણ : જિલ્લામાં 20 હજાર અરજી પેન્ડિંગ, 80 હજારનો નિકાલ કરાયાનો તંત્ર દ્વારા દાવો

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં થયેલા જમીન સર્વેમાં ખામી રહ્યા બાદ હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા રિસર્વે માટે અરજી કરવામાં આવી હતી. જેમાંથી 80 હજાર જેટલી અરજીનો નિકાલ થયાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે. હજી પણ 20 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે. ત્યારે ગુરુવારે પાલ આંબલિયા દ્વારા કલેકટર કચેરીથી ડીએલઆર કચેરી સુધી ગયા હતા. જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે અંદર જવા મુદ્દે હોબાળો સર્જાયો હતો. કોંગ્રેસી નેતાઓ અંદર રામધૂન બોલાવી હતી. અને કચેરીના ઓએસ ને આવેદનપત્ર સોંપ્યું હતું. એકિટવિસ્ટ પાલભાઈ એ જણાવ્યું કે “મોટા મોટા શહેરોની આસપાસના ગામોના ખરાબા કે ગૌચરની જમીન જે ખૂબ જ કિંમતી છે તેના પર ખાનગી માલિકીની જમીન બેસાડી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જિલ્લામાં જમીન માપણી વિભાગ ભ્રષ્ટાચારનું ઘર બની ગયું છે.

ખેડૂત નેતા આંબલિયાએ કલેકટર કચેરીથી DLR કચેરી સુધી રેલી યોજી

જમીન માપણી કેવી રીતે કરવામાં આવી ? ચકાસણી કોણે કરવાની હતી ? કોણે ચકાસ્યા હતા ? દરેક ગામમાં જમીન માપણી કરતા પહેલા ગ્રામસભા બોલાવવાની હતી. તેમાં ગ્રામ સમિતિ બનાવવાની હતી, ખેડૂતોને અગાઉથી જાણ કરવાની હતી, ખેતરમાં માપણી વખતે અલગ અલગ 22 પ્રકારના લેન્ડમાર્કને ઇન્ડ કોર્ડિનેટ આપવાના હતા. ખેતરની માપણી થઈ ગયા પછી ખેડૂતને કાવો નકશો આપવાનો હતો. ગામના તમામ ખેતરો, ખરાબા, ગૌચર સમાઈ જાય પછી ફરીથી ગ્રામસભા બોલાવવાની હતી. તેમા ખેડૂતોને નોટિસ આપવાની હતી.

જમીન રિસર્વે-humdekhengenews

કોંગ્રેસી નેતાઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો

દિવસની મુદ્દતમાં ખેડૂતોએ વાંધા અરજી કરવાની હતી અને ત્યાર જ પ્રમોલગેસનની પ્રક્રિયા કરવાની હતી. બધું કામ કંપની માત્ર કાગળ પર કરીને જતી રહે, એન્ડ બીલને મંજૂરી આપનાર અધિકારીઓ કોણ કોણ હતા ? એમની સામે શું કાર્યવાહી કરવામાં આવી ??ઇન્સ્પેકશન કરનાર અધિકારીઓ કોણ કોણ હતા એમની સામે શું શું કાર્યવાહી કરવામાં આવી ???? જવાબદાર અધિકારીઓ સામે અત્યાર સુધી કેમ કોઈ પગલા લેવામાં ન આવ્યા? વિગેરે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ખેડૂતો આક્રમક મૂડમાં જોડાયા હતા. ખેડૂતોએ ડીએલઆર ઓફિસમાં પૈસા વગર કોઈ કામ થતું નથી અને ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવી હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા હતા. જોકે ડીએલઆર ઓફિસના સૂત્રોએ ખેડૂતોના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો :રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો કોઈ ચહેરો નહીં હોય, કોંગ્રેસની બેઠકમાં લેવાયો નિર્ણય

Back to top button