ભારત સરકારની પહેલ ‘જુઓ આપણો દેશ’ને પ્રોત્સાહન આપવાના હેતુસર ભારત ગૌરવ પર્યટક ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત IRCTC દ્વારા 21 જૂનથી રામાયણ સર્કિટ યાત્રા શરૂ થઈ રહી છે. 18 દિવસની આ યાત્રામાં લોકોને ભગવાન રામની જન્મભૂમિ અને તેમની કર્મભૂમિ સાથે જોડાયેલી દરેક જગ્યાના દર્શન કરાવવામાં આવશે. દિલ્હીથી શરૂ થયેલી આ યાત્રા અયોધ્યા, જનકપુર (નેપાળ), સીતામઢી, વારાણસી, નાસિક, રામેશ્વરમ થઈને દિલ્હી આવશે. 18 દિવસમાં આ ટ્રેન 8 હજાર કિલોમીટરનું અંતર કાપશે. જે માટે લગભગ 62 હજારનો ખર્ચ થશે ટૂરના બુકિંગને આસાન બનાવવા માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે બુકિંગનું ચુકવણી પણ આસાન હપ્તેથી કરી શકાશે.
21 જૂનથી સર્કિટ યાત્રા શરૂ
IRCTC લખનઉના ચીફ રિઝનલ મેનેજર અજીતકુમાર સિન્હાએ જણાવ્યું રામાયણ સર્કિટ યાત્રા માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન 21 જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે. સંપૂર્ણપણે એસી ટ્રેનમાં થર્ડ એસીના 11 કોચ હશે. ટ્રેનમાં યાત્રિકોને શાકાહારી ભોજન પણ પીરસવામાં આવશે. યાત્રિકોને એન્ટરટેઈનમેન્ટ અને ટૂર અંગે જાણવા માટે ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. ટ્રેનના દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ હશે, CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.
વેબસાઈટથી પણ બુકિંગ શક્ય
આ ટૂર માટે IRCTC ટૂરિઝમ https://www.irctctourism.com/ની વેબસાઈટથી બુકિંગ કરાવી શકે છે.વેબસાઈટ ઓપન કરતાં જ તમને ભારત ગૌરવનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરતાં જ શ્રીરામાયણ યાત્રા માટે બુકિંગ ઓપ્શન જોવા મળશે. અહીં બુક નાઉ પર ક્લિક રીને તમે ટૂર માટે બુકિંગ કરાવી શકો છો.
18 દિવસની યાત્રા માટે ચૂકવવા પડશે 62 હજાર રૂપિયા
18 દિવસની આ ટૂર માટે યાત્રિકોને 62,370 રૂપિયા ચુકવવા પડશે. પહેલા આવનારા 50% યાત્રિકોને ભાડામાં 5%ની છૂટ આપવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 300 યાત્રિકોએ બુકિંગ કર્યું છે. જેમાં સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રના લોકોની છે.