રમા એકાદશીથી દિવાળીના તહેવારોની શરૂઆતઃ જાણો શું છે મહત્ત્વ?
- એકાદશી તિથિ 8 નવેમ્બરે સવારે 8:23 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ પર આવતી એકાદશીને કારણે રમા એકાદશીનું વ્રત 9 નવેમ્બરે રાખવામાં આવશે.
નવેમ્બર મહિનાનું આ અઠવાડિયું ખૂબ ખાસ છે કેમ કે આ વીકમાં રમા એકાદશી, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ અને દિવાળી જેવા તહેવારો આવશે. મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ દિવસો ખાસ માનવામાં આવે છે. રમા એકાદશીના દિવસથી જે દિવાળીના તહેવારોની શરૂઆત થતી હોવાનું માનવામાં આવે છે.
આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત 9 નવેમ્બરે કરવામાં આવશે. એકાદશી તિથિ 8 નવેમ્બરે સવારે 8:23 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ પર આવતી એકાદશીને કારણે એકાદશીનું વ્રત 9 નવેમ્બરે રાખવામાં આવશે. આ સાથે 10 નવેમ્બરે સવારે 6:39 થી 8:50 વચ્ચે વ્રતના પારણા કરવા પણ શુભ રહેશે. એકાદશીના દિવસે 9 નવેમ્બરના રોજ સવારે 06:39 થી 08 વાગ્યા સુધી પૂજાનું ઉત્તમ મુહૂર્ત છે.
શા માટે ખાસ છે રમા એકાદશી?
રમા એકાદશી ચાતુર્માસની છેલ્લી એકાદશી છે. આ પછી દેવઉઠી એકાદશી આવે છે. આ એકાદશી દિવાળી પહેલા આવે છે. તેથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને રમાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેથી તેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પણ પરંપરા છે. તેનાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આ દિવસ પુણ્ય કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એકાદશી ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશીમાંની એક માનવામાં આવે છે. પદ્મ પુરાણ અનુસાર જે વ્યક્તિ સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. દરેક પ્રકારના પાપ અને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનાર એકાદશીથી યજ્ઞ સમાન પુણ્ય મળે છે.
આ પણ વાંચોઃ જો ધન તેરસે ઘરમાં દેખાય આ વસ્તુઓ તો સમજજો લક્ષ્મીજીનું આગમન!