દરેક ઉપવાસનું અને વ્રતનું પોતાનું અલગ અલગમહત્વ છે પણ દરેક વ્રત કે ઉપવાસોમાં સૌથી મુશ્કેલ હોય છે તો તે છે એકાદશીનો ઉપવાસ. જણાવી દઈએ કે એકાદશી ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીનું વ્રત નિયમાનુસાર રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. દર મહિનામાં બે એકાદશી વ્રત આવે છે અને બંને એકાદશીનું પોતાનું મહત્વ છે.
કારતક મહિનાના કૃષ્ણપક્ષ આવતી અગિયાસને રમા એકાદશીના નામે ઓળખવા આવેછે. આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી 21 ઓક્ટોબરના રોજ છે. માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. તેમજ કહેવાય છે કે બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઈ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવ્યુ છે.
રમા એકાદશી વ્રતકથા
પ્રાચીનકાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો. તેની દેવતાઓ સાથે પાક્કી મિત્રતા હતી. તે સત્યવાદી, વિષ્ણુભક્ત અને ભજન કરનારો હતો અને તેની સાથે જ કુશળતાથી રાજ્યનુ સંચાલન કરતો હતો. એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાની શ્રેષ્ઠ નદી ચન્દ્રભાગાના નામ પર એ કન્યાનુ નામ ‘ચન્દ્રભાગા’ રાખવામાં આવ્યુ.
મહરાજ ચન્દ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ થયો. એક દિવસ શોભન પોતાના સસરા મુચુકુંદજીના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે અગિયારસ હતી. ચન્દ્રભાગાએ વિચાર્યુ કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી. હવે શુ થશે ? કારણ કે અહી મારા પિતાજીના શાસનના નિયમ-કાયદા પણ કઠોર છે. દસમીના દિવસે નગારુ વગાડીને એકાદશીના વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન-ભોજન ખાવાતું નથી. બધાને અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવુ જ પડશે.
ઢંઢેરો સાભંળીને શોભને પોતાની પત્નીને કહ્યુ, ‘પ્રિયે હવે આપણે શુ કરવુ જોઈએ ? હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનુ પાલન પણ થઈ જાય.’
ચન્દ્રભાગાએ કહ્યુ, “પતિ દેવ આજે મારા પિતાજીના પરિવારમાં આખા રાજ્યના લોકો જ નહી હાથી, ઘોડા, ગાય વગેરે પશુ પણ અન્નનુ ભોજન નહી કરે. હે મારા સ્વામી આવી સ્થિતિમાં તમે કેવી રીતે ભોજન કરશો ? તેથી જો ભોજન કરવુ છે તો તમે ઘરે જઈને જ કરી શકો છો. આવી પરિસ્થિતિમાં તમે જક હો કે શું કરવું જોઈએ. ? “
શોભને કહ્યુ, “પ્રિયે તમે ઠીક કહ્યુ છે પણ મારે ઈચ્છા છે કે હુ પણ વ્રત કરુ. હવે તો ભાગ્ય પર છોડી દો જે થશે તે જોઈ લેવાશે.”
આ રીતે શોભને પણ રીતી-રીવાજથી ઉપવાસ કર્યો પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઇ પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. અહી શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્યા. એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિધ્ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતાં ફરતાં મંદરાચળ પર્વત પર ગયા ત્યાં એમને શોભન જોવા મળ્યા. રાજાના જમાઇ ઓળખીને તેઓ એમની પાસે ગયા. શોભન એ વખતે બ્રાહ્મણ શ્રેષ્ઠ સોમ શર્માને આવેલ જોઇને તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યાં. પછી પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછયા.
સોમશર્માએ કહ્યું : “રાજન ! ત્યાં બધા કુશળ છે. આશ્ર્ચર્ય છે ! આવું સુંદર અને પવિત્ર નગર તો કયાંય કોઇએ પણ નહિ જોયું હોય ! તમને આ નગરની પર્પ્તી કેવી રીતે થઈ એ જણાવો” શોભન બોલ્યાઃ “બ્રહ્મન ! આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઇ છે. મેં શ્રાધ્ધાહિન બની ને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્થાઇ નથી, તમે મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃંતાંત કહેજો.”
શોભનની વાત સાંભળીને સોમશર્મા મુચકુંદરપૂર ગામમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને સમગ્ર વૃંતાંત કહી સંભળાવ્યો. સોમશર્મા બોલ્યાઉ “શુભે ! મે તમારા પતિને જોયા છે. અને ઇન્દ્રપુરી જેવા એમના સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે. પરંતુ એ નગર અસ્થાઇ છે. તમે એને સ્થાઇ બનાવો.”
ચંદ્રભાગાએ કહ્યું : “મહર્ષિ ! મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્યાં લઇ જાઓ. હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્થાઇ બનાવીશ.”ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઇને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્યા ઋષિના મંત્રથી શકિત અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને એણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી.
ત્યાર બાદ એ પોતાના પતિ પાસે ગઇ. શોભને પોતાની પ્રિય પત્ની ને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી, ત્યારપછી ચંદ્રભાગાએ પોતાનો પ્રિયતમન આ પ્રિય વચનો કહ્યાઃ “નાથ ! હું તમને હિતની વાત કરું છું. સાંભળો.જયારે હું આઠ વરસની થઇ ત્યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્પના અંત સુધી સ્થાઇ રહેશે, અને બધા પ્રકારના ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.”
આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રુપ, અને દિવ્ય આભુષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખરપર વિહાર કરે છે.
ચંદ્રભાગાએ કહ્યું : “હે બ્રાહ્મણ ! મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્યાં લઇ જાઓ. હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્થાઇ બનાવીશ.”ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઇને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્યા ઋષિના મંત્રથી શકિત અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને એણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી.
ત્યાર બાદ એ પોતાના પતિ પાસે ગઇ. શોભને પોતાની પ્રિય પત્ની ને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી, ત્યારપછી ચંદ્રભાગાએ પોતાનો પ્રિયતમન આ પ્રિય વચનો કહ્યાઃ “નાથ ! હું તમને હિતની વાત કરું છું. સાંભળો.જયારે હું આઠ વરસની થઇ ત્યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્પના અંત સુધી સ્થાઇ રહેશે, અને બધા પ્રકારના ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.”
મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું.
કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એકાદશીની કથા ચિંતામંઈ તુલ્ય છે. જે લોકો આ કથાનું શ્રવણ-પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઇ વૈકુંઠને પામે છે. આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે. “જેવી ભાવના એવી સિદ્ધિ”
રમા એકાદશીનુ મહત્વ
રમા એકાદશી વ્રત કામઘેનુ અને ચિંતામણિના સમાન ફળ આપે છે. આને કરવાથી વ્રતી પોતાના બધા પાપોનો નાશ કરતા ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કથા મહાપાપનાશક કહેવાય છે, કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. તેમજ આ વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે.
રમા એકાદશીનુ શુભ મુહૂર્ત
- તિથિ પ્રારંભ 21 ઓક્ટોબરના રોજ 5.10 વાગ્યે
- 20 ઓક્ટોબરે સાંજે 04.04 વાગ્યાથી શરૂ થશે
- 21 ઓક્ટોબરે સાંજે 05.22 વાગ્યે સમાપ્ત થશે.
આવનારી એકાદશીને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વ્રત રાખવામાં આવે છે. રમા એકાદશી 21 ઓક્ટોબર શુક્રવારે આવી રહી છે. જો કે એકાદશી તિથિ 20 ઓક્ટોબરે સાંજે 04.04 વાગ્યાથી શરૂ થશે અને 21 ઓક્ટોબરે સાંજે 05.22 વાગ્યે સમાપ્ત થશે. રમા એકાદશી વ્રત પારણ દ્વાદશી તિથિ એટલે કે વ્રતને 22 ઓક્ટોબરે તોડવામાં આવશે. આ દિવસે ઉપવાસ તોડવાનો સમય સવારે 06:30 થી શરૂ થઈને સવારે 08:45 સુધી રહેશે.