ગુજરાતના આ વિસ્તારમાં રામ રથયાત્રા નીકળશે, ભકતોમાં અનેરો ઉત્સાહ
મહેસાણામાં રામનવમીએ નીકળનાર 42મી રથયાત્રામાં સહભાગી થવા રામભકતોમાં ઉત્સાહ છે. જેમાં ગજરાજ રથયાત્રાની આગેવાની લેશે. રાજમાર્ગો ઉપર 3 કિમી લાંબી રથયાત્રા વિવિધ ટેબ્લો, અંગદાવના પ્રદર્શન સાથે પરિભ્રમણ કરશે. આગામી રામ નવમીના પર્વે તા.30મી એપ્રિલે મહેસાણા શહેરમાં નીકળનાર રામ રથયાત્રા માટે રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે.
આ પણ વાંચો: અમદાવાદ: મોબાઇલ રેડિયેશન કેન્સરકારક, SAR વેલ્યૂ જાણવી જરૂરી
રામ રથયાત્રા માટે રામ ભકતોમાં અનેરો ઉત્સાહ
આ વર્ષે નીકળનાર રામ રથયાત્રા માટે રામ ભકતોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તોરણવાળી માતાના ચોકથી ગુરુવારે રથયાત્રા પ્રસ્થાન કરશે. મહેસાણા શહેરના રાજમાર્ગો ઉપર ભગવી ધજા પતાકાઓ લગાવવામાં આવી છે. તોરણવાળી માતાના ચોકમાંથી 42મી રામ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ સમયે મહેસાણા જિલ્લાના સાધુ સંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ રામ સેવા સમિતિના સભ્યો લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ આબોહવાને અનુરૂપ ઘઉંની નવી જાતને વિકસાવી
રથયાત્રાની પૂર્વ તૈયારી પૂરજોશમાં
આગામી તા.30મી માર્ચના રોજ સમગ્ર મહેસાણાને એક તાંતણે જોડનાર આ રથયાત્રા સમાજોત્વસ બની રહેશે. આ રથયાત્રાની પૂર્વ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. 150થી વધુ કાર્યકર્તા રાત-દિવસ સખત પરિશ્રમ કરીને આયોજનમાં કાર્યરત છે. મહેસાણાના તમામ બજારોમાં પ્રત્યેક દુકાન સુધી પ્રત્યક્ષ રીતે પત્રિકાઓ અને સ્ટીકર વિતરણ કરી રથયાત્રાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. આ સાથે 120 ગામોના કાર્યકર્તાઓએ પ્રવાસ કરી સેંકડો ગ્રામજનોને મળી રથયાત્રાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેસાણા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મોઢેરા ચોકડી, રાધનપુરા ચોકડી અને માનવ આશ્રામ સહિતના વિસ્તારોમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે.