ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘સૌને રામ-રામ…’ : CM શિવરાજસિંહના આ ટ્વિટથી મચી હલચલ, શું છે આનો અર્થ ?

  • ભાજપની ભવ્ય જીતના 7 દિવસ બાદ પણ નવા મુખ્યમંત્રીની કોઈ જાહેરાત નહીં
  • રાજધાની ભોપાલમાં 11 ડિસેમ્બરે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્વની બેઠક

ભોપાલ, 10 ડિસેમ્બર : મધ્યપ્રદેશમાં ભાજપની ભવ્ય જીતના 7 દિવસ બાદ પણ રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા નથી. હવે આ અંગે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠક 11 ડિસેમ્બર એટલે કે સોમવારે રાજધાની ભોપાલમાં યોજાશે. પરંતુ તે પહેલા વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે, જેના કેપ્શનમાં તેમણે ‘સૌને રામ રામ’ લખ્યું છે. આ પોસ્ટની સાથે મુખ્યમંત્રીએ પોતાની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેઓ હાથ જોડીને જોવા મળી રહ્યા છે.

 

એવું માનવામાં આવી રહ્યું છે કે, શિવરાજસિંહની આ પોસ્ટ તેમના મુખ્યમંત્રી બનવા તરફ ઈશારો કરી રહી છે અને તે ફરી એકવાર રાજ્યની કમાન સંભાળી શકે છે. હકીકતમાં, ‘રામ રામ’ નો ઉપયોગ શુભેચ્છા અને વિદાય સંદેશ તરીકે થાય છે. જો કે, પ્રદેશ અધ્યક્ષ બીડી શર્માએ કહ્યું કે, સીએમ અંગેનો નિર્ણય ધારાસભ્યો અને ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

મુખ્યમંત્રી અંગે ધારાસભ્યો અને ટોચનું નેતૃત્વ લેશે નિર્ણય

મધ્ય પ્રદેશના બીજેપી અધ્યક્ષ વીડી શર્માનું જણાવ્યું હતું કે, “રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. તેનો નિર્ણય ધારાસભ્ય અને ટોચના નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવશે.” શનિવારે મીડિયા સાથે વાત કરતા વીડી શર્માએ કહ્યું કે, “ત્રણેય (કેન્દ્રીય) નિરીક્ષકો સોમવારે સવારે અહીં પહોંચી જશે. જે બાદ સાંજે 4 વાગે બેઠક યોજાશે, જેમાં ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે.” વધુમાં કહ્યું કે, “બેઠક માટે તમામ ધારાસભ્યોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.”

“રામના નામથી શરૂઆત કરવી એ આપણી ભારતીય સંસ્કૃતિ” : CM

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ટ્વીટ પર તેમણે જણાવ્યું હતું કે, “આ (ભગવાન) રામનો દેશ છે. આપણે સૌ સવારે ‘રામ, રામ’ બોલીને એકબીજાનું સ્વાગત કરીએ છીએ અને રામના નામથી દિવસની શરૂઆત કરવી એ આપણી સંસ્કૃતિ છે.” આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, “ભાજપ એક કેડર આધારિત સંગઠન છે, તેથી પાર્ટીના કાર્યકર્તાઓ ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સ્વીકારશે અને તેનું સન્માન કરશે.”

ભાજપે શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પાર્ટીના ઓબીસી મોરચાના વડા કે. લક્ષ્મણ અને સેક્રેટરી આશા લાકરાને મધ્યપ્રદેશમાં તેના ધારાસભ્ય દળના નેતાઓની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.

આ પણ જુઓ :મધ્ય પ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણનો કરિશ્મા, જાણો તેમની રાજકીય સફર

Back to top button