રામ મંદિર: ટૂંક જ સમયમાં કરી શકશો ભગવાન રામના દર્શન; જૂઓ પ્રાણપ્રતિષ્ઠા સહિતની સંપૂર્ણ ટાઈમલાઈન
રામ મંદિર: રામ મંદિરનું નિર્માણ ક્યારે પૂર્ણ થશે અને જનતા માટે ક્યારે ખુલશે મંદિર, આ પ્રશ્નનો જવાબ મંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો છે.
આ સવાલના જવાબને લઈને ઘણી અટકળો ચાલી રહી છે કે રામ મંદિરના દરવાજા જનતા માટે રામ ક્યારે ખુલશે. આ બધાની વચ્ચે, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો છે કે ”15 જાન્યુઆરી 2024 થી 24 જાન્યુઆરી 2024ની વચ્ચે, રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે.”
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે . તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે 24-25 જાન્યુઆરી, 2024 સુધી સામાન્ય ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.
આ પણ વાંચો: અમેરિકા માટે પીએમ નરેન્દ્ર મોદી થયા રવાના; જવાથી પહેલા આપી કેટલીક જાણકારી
રામ મંદિરના શિખર અને ગર્ભગૃહના મુખ્ય દ્વાર પર સોનાનું પડ ચડાવવામાં આવશે
તેમણે કહ્યું કે મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર પણ સોનાનો ઢોળ ચડાવવામાં આવશે. તેમણે કહ્યું કે વડા પ્રધાનના મનમાં હતું કે તેઓ ત્યારે જ અયોધ્યા જશે જ્યારે મંદિરનો શિલાન્યાસ થશે, તેથી જ તેઓ 5 ઓગસ્ટ, 2021ના રોજ અહીં આવ્યા હતા.
આ પહેલા નૃપેન્દ્ર મિશ્રાએ ગયા મહિને કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે જ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં પાંચ મંડપ બનાવવામાં આવશે, જેમાંથી મુખ્ય ગર્ભગૃહ હશે, જ્યાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
રામ મંદિર નિર્માણના પ્રભારી કોણ છે?
સુપ્રીમ કોર્ટે ધ્વંસ્ત બાબરી મસ્જિદના મામલામાં નવેમ્બર 2019ના રોજ ફેંસલો સંભળાવ્યો હતો. ફૈસલામાં અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન રામ મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટને સોંપી દેવામાં આવી હતી. ટ્રસ્ટ ત્રણ મહિનાની અંદર બનાવવાનું કહ્યું હતું. આ પછી કેન્દ્ર સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરી 2020ના રોજ લોકસભામાં ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં 15 સભ્યો છે, જેમાંથી 12ને ભારત સરકાર દ્વારા નામાંકિત કરાયા હતા. જ્યારે ત્રણને 19 ફેબ્રુઆરી 2020ના રોજ થયેલી પ્રથમ બેઠકમાં પસંદ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વિદેશ જવાના મોહમાં ગુજરાતી કપલ ઈરાનમાં ફસાયું, બંધક બનાવી રુપિયા માગ્યા
ટ્રસ્ટના સભ્યો કોણ છે?
- વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ છે. મહંત નૃત્ય ગોપાલ દાસ અધ્યક્ષ છે અને સ્વામી ગોવિંદ દેવગિરી કોષાધ્યક્ષ છે.
વરિષ્ઠ વકીલ કે.પરાસરન સંસ્થાપક ટ્રસ્ટના સભ્ય છે. જ્યારે અન્ય સભ્યોમાં સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી વિશ્વપ્રશન્નાતીર્થ, યુગપુરુષ પરમાનંદ ગિરી, વિમલેંદ્ર મોહન પ્રતાપ મિશ્રા, અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ અને મહંત દિનેંન્દ્ર દાસનું નામ સામેલ છે. અન્ય સદસ્યોમાં પીએમ મોદીના પૂર્વ પ્રમુખ સચિવ નૃપેંન્દ્ર મિશ્રા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સલાહકાર અનવીશ અવસ્થી, અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ(DM) અને આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર સામેલ છે.
ટ્રસ્ટની વેબસાઇટ પ્રમાણે મંદિરના નિર્માણ સમિતિમાં સાત સભ્યો છે. સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા છે. અન્ય છ સભ્યોમાં ઉત્તરાખંડ સરકારના પૂર્વ મુખ્ય સચિવ શત્રુધ્ન સિંહ, સેવાનિવૃત આઇએએસ અધિકારી દિવાકર ત્રિપાઠી, દિલ્હી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સેવાનિવૃત ડીન પ્રોફેસર રમન સુરી, પૂર્વ ડીજી કેકે શર્મા, રાષ્ટ્રીય ભવન નિર્માણ નિગમના પૂર્વ સીએમડી અનૂપ મિત્તલ, કેગના સચિવ આશુતોષ શર્માનું નામ સામેલ છે. ટ્રસ્ટે 11 નવેમ્બર 2020ના રોજ નિર્માણ સમિતિને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: હર્ષ સંઘવીની ભગવાન સાથે સરખામણી કરનાર દંપતિ કોણ? કહ્યું- તમે અષાઢી બીજે અમારા માટે શ્રીકૃષ્ણ બનીને આવ્યા