ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત ATS એ ઝડપેલા આંતકીએ કર્યો મોટો ખુલાસો, રામ મંદિર હતું નિશાન પર

નવી દિલ્હી, તા. 3 માર્ચ, 2025: ગુજરાત તથા હરિયાણા એટીએસની ટીમે ઝડપેલા શંકાસ્પદ આતંકીએ મોટો ખુલાસો કર્યો હતો. જે બાદ યુપી, ગુજરાત અને હરિયાણામાં હડકંપ મચી ગયો હતો. આતંકીના કહવેા મુજબ, અયોધ્યાનું રામ મંદિર તેમના નિશાન પર હતું.

શંકાસ્પદ આતંકીને ગુજરાત એટીએસ અએને પલવલ એસટીએફે ફરીદાબાદમાં સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઝડપ્યો હતો. તેનું નામ અબ્દુલ રહમાન છે. તે યુપીના ફૈઝાબાદ જિલ્લા (અયોધ્યા)નો રહેવાસી છે. તેની પાસેથી બે ગ્રેનેડ પણ મળી આવ્યા હતા. જે તેણે એક ખંડેરમાં છુપાવ્યા હતા. આઈબી સાથે મળીને સુરક્ષા એજન્સીએ રવિવારે આતંકી અબ્દુલ રહમાનની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસે આતંકીની તસવીર પણ જાહેર કરી હતી.

આ રીતે ઝડપાયો શંકાસ્પદ આતંકી

ગુજરાત એટીએસને એક શંકાસ્પદ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હોવાના અને હાલ ફરીદાબાદમાં હોવાના ઈનપુટ મળ્યા હતા. જે બાદ ગુજરાત એટીએસ હરિયાણાના ફરીદાબાદ જવા રવાના થઈ હતી. જ્યાં ફરીદાબાદ એસટીએફની મદદ લીધી હતી. આ પછી ગુજરાત એટીએસ અને પલવલ એસટીએફે સંયુક્ત ઓપરેશન કરીને શંકાસ્પદની રવિવારે જ ધરપકડ કરી હતી. પકડાયેલા ઈસમ પાસેથી બે હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા.

આઈએસઆઈએ આપી હતી ટ્રેનિંગ

જાણકારી મુજબ, તેને રામ મંદિર હુમલા માટે આઈએસઆઈ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તરફથી તેને બે હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા હતા. જેને તે અયોધ્યા લઈ જવા માંગતો હતો. આ ગ્રેનેડ તેણે એક ખંડેરમાં છુપાવ્યા હતા. તેની પાસેથી અનેક શંકાસ્પદ વીડિયો પણ મળ્યા છે, જેમાં દેશના મોટા ધાર્મિક સ્થળો અંગે જાણકારી હતી. પકડાયેલા આતંકી ઉંમર માત્ર 19 વર્ષ જ છે.

શું કરે છે આરોપી

આરોપી અબ્દુલ રહમાન બકરીઓનું વેચાણ કરે છે. સુરક્ષા એજન્સી મુજબ તેને બે ગ્રેનેડ આઈએસઆઈના હેન્ડલરે આપ્યા હતા. ભારતની સુરક્ષા એજન્સી એનઆઈએ તથા ગુજરાત એટીએસની સૂચના પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. જાણકારી મુજબ, જમાતોમાં અબ્દુલ રહેમાન આવતો જતો રહેતો હતો. અયોધ્યાના મિલ્કીપુરમાં રહેતો રહેમાન ફરીદાબાદના પાલીમાં શંકર નામથી છુપાયો હતો. તે એક ટ્યૂબવેલના રૂમમાં રોકાયો હતો. આ ટ્યૂબવેલના માલિકનું થોડા દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતનો પટેલ પાકિસ્તાનનો હુસૈન બનીને પહોંચ્યો અમેરિકા, ડિપોર્ટ કરાયા બાદ પાસપોર્ટે ખોલી પોલ

Back to top button