ટોપ ન્યૂઝટ્રેન્ડિંગશ્રી રામ મંદિર

રામ મંદિર ઉદ્ઘાટન: PM મોદીએ શેર કર્યું બીજું રામ ભજન

Text To Speech

19 જાન્યુઆરી, 2024: અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાના અભિષેક સાથે મંદિરનું ઉદ્ઘાટન કરશે, જ્યારે હાલમાં તેઓ વિશેષ અનુષ્ઠાન પર છે. દરમિયાન, તેમણે માઇક્રો બ્લોગિંગ સાઈટ પર કેટલાક ભજનો શેર કર્યા.

પીએમ મોદીએ પ્રખ્યાત ગાયક સુરેશ વાડેકર અને આર્ય અંબેકરના રામ ભજનને લઈને એક પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, “અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકર જી અને આર્ય અંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ ભાવના વ્યક્ત કરી છે.”

રામના રંગે ભારતની બહાર પણ લોકોને પ્રભાવિત કર્યા

દેશમાં જ નહીં વિદેશોમાં પણ રામ ધૂનનો રંગ જોવા મળ્યો હતો. સુરીનામ અને ત્રિનિદાદ-ટોબેગો જેવા દેશોમાં રામ મંદિરને લગતા ઘણા રામ ભજનો પણ શરૂ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આવા જ કેટલાક ભજનો વિશે માહિતી આપી હતી. આ ભજનોની લિંક્સ શેર કરતી વખતે, તેમણે લખ્યું, “રામાયણના સંદેશે સમગ્ર વિશ્વમાં લોકોને પ્રેરણા આપી છે. અહીં સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના કેટલાક ભજનો છે.”

પીએમ નરેન્દ્ર મોદી પહેલા પણ શેર કરી ચૂક્યા છે ભજન

જો કે, પીએમ નરેન્દ્ર મોદી પહેલા પણ ઘણા અન્ય ગાયકોના રામ ભજન શેર કરી ચૂક્યા છે. સૌ પ્રથમ 5 જાન્યુઆરી, 2024ના રોજ જુબીન નૌટિયાલનું ગીત શેર કરતી વખતે, તેમણે લખ્યું રામલલાની ભક્તિથી ભરપૂર જુબીન નૌટિયાલ, પાયલ દેવ અને મનોજ મુન્તાશીરનું આ સ્વાગત ભજન હ્રદયસ્પર્શી છે…”. તે જ દિવસે પીએમએ હંસરાજ રઘુવંશીએ ગાયેલું રામ ભજન પણ શેર કર્યું હતું અને આ રામ ભજનની પ્રશંસા કરી હતી.

Back to top button