શુદ્ધ સોનાના તારથી બની રામ લલ્લાની ધોતી, પાંચ વર્ષના બાળકનો આવો છે શણગાર
- એક પાંચ વર્ષના બાળકનો મુગટ જે રીતે હોવો જોઈએ, તે રીતે મુગટ ડિઝાઈન કરવામાં આવ્યો. રામલલ્લાની ધોતી બનારસી વસ્ત્રોથી બનેલી છે
અયોધ્યા, 24 જાન્યુઆરીઃ અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામજીના મનોહર રૂપે દરેક લોકોનું મન મોહી લીધું. રામ લલ્લાનો શણગાર સાડા પાંચ વર્ષના બાળકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો. તેમના મુગટથી લઈને અન્ય આભૂષણોને ડિઝાઈન કરતા પહેલા રામચરિતમાનસ, વાલ્મિકી રામાયણ જેવા અનેક ગ્રંથોનો અભ્યાસ અને રિસર્ચ કરવામાં આવ્યું. આ દિવ્ય આભૂષણોનું નિર્માણ શાસ્ત્રોના અભ્યાસ બાદ કરવામાં આવ્યું. એક પાંચ વર્ષના બાળકનો મુગટ જે રીતે હોવો જોઈએ, તે રીતે મુગટ ડિઝાઈન કરવામાં આવ્યો. રામલલ્લાની ધોતી બનારસી વસ્ત્રોથી બનેલી છે. રામલલ્લાના આભૂષણોમાં જ નહીં, પરંતુ તેમના કપડામાં પણ સોનાનો ઉપયોગ થયો છે. રામલલ્લાની ધોતીમાં સોનાની જરી અને તારનું કામ કરવામાં આવ્યું છે.
આભૂષણો વિશે જાણો
ભગવાન રામના આભૂષણો બનાવવામાં 15 કિલો સોનું અને લગભગ 18 હજાર હીરા અને પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તિલક, મુકુટ, 4 હાર, કમરબંધ, બે જોડી પાયલ, વિજય માળા, બે વીંટી સહિત કુલ 14 ઝવેરાત તૈયાર કરવામાં આવ્યા છે. આ આભૂષણ માત્ર 12 દિવસમાં બનાવવામાં આવ્યા હતા. તેમના માથા પર પારંપરિક મંગળ તિલકને હીરા અને માણેકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ડાબા હાથમાં સોનાનું ધનુષ છે. તેમાં મોતી, માણેક અને પન્નાના લટકણ લગાવ્યા છે. ભગવાન રામના વિગ્રહને વિધિવત શૃંગાર કરીને નખશિખ અલગ અલગ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા છે.
भगवान श्री रामलला सरकार के अलौकिक दर्शन – अयोध्या धाम
पौष मास, शुक्ल पक्ष, त्रयोदशी तिथि, विक्रमी संवत् २०८०
Divine Darshans of Bhagwan Shri Ramlalla- Ayodhya Dham
Paush Maas, Shukla Paksh, Trayodashi Tithi, Vikrami Samvat 2080 pic.twitter.com/ns08sCOeRD
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024
માણેક, પન્ના અને હીરાથી જડેલો મુગટ
ભગવાન રામના ચરણોની નીચે જે કમળ સુસજ્જિત છે, તેમાં નીચે એક સ્વર્ણમાળા સજાવાઈ છે. રામલલ્લાના મુગટ માણેક, પન્ના અને હીરાથી જડેલો છે. તેમાં મયૂરની આકૃતિઓ બનેલી છે. અને તે પમ સોના, હીરા, માણેક અને પન્નાથી સુશોભિત છે. ગળામાં અર્ધચંદ્રાકાર રત્નોથઈ જડિત કંઠ સુશોભિત તઈ રહ્યો છે. તેમાં મંગળ વિધાન રચતા પુષ્પ અર્પિત છે અને વચ્ચે સૂર્ય દેવ બનેલા છે. ગળામાં પહેરેલો હાર હીરા પન્નાનો છે અને તેની નીચે એક અલંકૃત પેન્ડેન્ટ લગાવાયું છે.
આ પણ વાંચોઃ રામલલાની આ મૂર્તિ પણ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી